Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મોટો ખુલાસો : ટંકારામાં બે પિસ્તોલ સાથે ઝડપાયેલ શખ્સને હથિયાર મોરબીના કુખ્યાત આરીફ મીરે આપ્યા હતા

મમુદાઢીની હત્યા કરીને પછી ટંકારમાં હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા શખ્સને બે હથિયાર અને જીવતા ૮૦ કર્ટીઝ આપીને આરીફ મિર ભાગ્યો હતો

મોરબી જિલ્લાના ટંકારામાં છાપરી પાસે ક્રુઝર રાખવા મુદે અગાઉના મનદુખનો ખાર રાખીને બે શ્ખ્સોએ માર માર્યો હતો જેથી માર મારી કરીને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે શખ્સોને પકડવા માટે પોલીસ તેના ઘરે પહોચી હતી ત્યારે માર મારી કરનારા શખ્સો તો ઘરે મળ્યા ન હતા જો કે, પોલીસને બગાસું ખાતા પતાસું આવી ગયું હતું અને માર મારી કરનારા શખ્સોને મોરબીના મમુદાઢી હત્યા કેસના આરોપી આરીફ મિર અને તેની સાથે આવેલા એક અજાણ્યા શખ્સે આપેલ બે પીસ્ટલ, જીવતા 80 કાર્ટીઝ, ત્રણ મેગજીન તથા એક હથીયાર ઉપર લગાવવાના ટેલીસ્કોપીક સાથે મળી આવ્યો હતો.

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મહમદહનીફ ઉર્ફે મમુદાઢીના હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાનામાં સંડોવાયેલા આરીફ મિર નામના આરોપી હત્યાના અમુક દિવસો પછી પણ મોરબી જીલ્લામાં જ હોવાની ચોકાવનારી માહિતી આજે મોરબીમાં ડીવાયએસપી દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સામે આવી છે અને મોરબીમાં ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરીને પછી ટંકારમાં હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા શખ્સને બે હથિયાર અને જીવતા ૮૦ કર્ટીઝ આપીને આરીફ મિર ભાગ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે હત્યા, ગુજસીટોક સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીની સામે હાલમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર આડેધડ ફાયરિંગ કરીને મહમદહનીફ ઉર્ફે મમુદાઢી કાસમાણીની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં રફીક સહિતના કેટલાક આરોપીઓને પકડી લેવામાં આવેલ છે જો કે, આરીફ ગુલમામદભાઇ મીર સહિતના અમુક આરોપીઓને પકડવા બાકી છે અને હત્યાનો બનાવ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને આરોપીઓની સામે ગુજસીટોકની કલમનો પણ ઉમેરો કરવામાં આવેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં મોરબી જિલ્લાના ટંકારામાં છાપરી પાસે કરુઝર રાખવા મુદે અગાઉના મનદુખનો ખાર રાખીને બે શ્ખ્સોએ આધેડને માર માર્યો હતો અને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ટંકારાના તિલકનગરમાં રહેતા કાસમભાઈ ઈસ્માઈલભાઈ સમેપૌત્રા (૫૪)એ અવેશ આદમભાઈ અબ્રાણી અને રાજીલ આદમભાઈ અબ્રાણી રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી

જેના આધારે આધેડની સાથે ઝઘડો કરનારા અને જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપીઓને પકડવા માટે ટંકારા તાલુકા પોલીસ આરોપીના ઘરે પહોચી હતી ત્યારે ટંકારા પોલીસને મોરબીના મમુદાઢી હત્યા કેસના આરોપી આરીફ મિર દ્વારા આપવામાં આવેલા હથિયાર અને કર્ટીઝ મળી આવ્યા હતા જે અંગે પત્રકારોને માહિતી આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યુ હતું કે, મોરબીમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી તેના થોડા દિવસો પછી આરોપી આરીફ મિર અને તેની સાથે એક આજાણ્યો શખ્સ આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણીને ઘરે આવીને બે પીસ્ટલ, જીવતા ૮૦ કાર્ટીઝ, ત્રણ મેગજીન તથા એક હથીયાર ઉપર લગાવવાના ટેલીસ્કોપીક આપી ગયેલ હતા જેથી પોલીસે ૩૦ હજાર રૂપિયાની કિંમતના મુદામાલને કબજે કરેલ છે ત્યારે પ્રશ્નએ ઊભો થાય છે કે હત્યાના કેટલા દિવસ પછી આરીફ મિર આદુને હથિયાર આપવા માટે આવ્યો હતો અને મમૂદાઢીની હત્યાને અંજામ આપ્યા પછી આરીફ મિરે મોરબી જીલ્લામાં કયા આસરો લીધો હતો !

અત્રે ઉલેખનીય છે કે, જે આરીફ મિરના હથિયાર હાલમાં ટંકારાથી પોલીસને મળ્યા છે તેની ગેંગ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા મહમદહનીફ ઉર્ફે મમુદાઢીની હત્યા કરવાં આવી હતી અને ત્યારે મામૂદાઢીના દીકરાએ ૧૩ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જો કે, આરીફ મિરને પકડવાનો હજુ બાકી છે અને હત્યા તેમજ ગુજસીટોકના ગુનામાં આરીફને પકડવાનો બાકી છે ત્યારે તેની સામે ટંકારામા વધુ એક આર્મ્સ એક્ટની ફરિયાદ નોંધાઈ છે જેથી કરીને પોલીસે મોરબીના કુખ્યાત આરીફભાઇ ગુલમામદભાઇ મીર તથા એક અજાણ્યા શખ્સે કે જે આદુને હથિયાર આપવા માટે આવ્યો હતો તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

(8:37 pm IST)