Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કોરોનાએ સૌરાષ્ટ્રમાં ચિંતા વધારી : રાજકોટ-પોરબંદર-મોરબી-ગીર સોમનાથમાં નવા કેસ : લોકોની બેદરકારી

રાજકોટઃતા.૨૫: ગુજરાતમાં કોરોના સંક્રમણ ભલે કાબૂમાં આવ્યું હોય પરંતુ સાવચેતી રાખવી દ્યણી જરૂરી છે. લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. જે બેદરકારી ગંભીર પરિણામ નોતરી શકે છે. ખાસ કરીને લોકો હવે કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા ભૂલ્યા છે. જેમા માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ જેવી ગાઈડલાઈનનું પણ લોકો પાલન નથી કરતા.

આ બેદરકારીને કારણે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જો રાજકોટની વાત કરીએ તો અહીયાં તો રાજકોટમાં એકજ પરિવારના બે સભ્યો પોઝિટીવ આવ્યા છે. જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. દાદા અને પૌત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

બીજી તરફ પોરબંદરમાં પણ બેંક ઓફ બરોડાના મેનેજર સહીત ૩ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જેના કારણે બેંકમાં આતા જતા ગ્રાહકો તેમજ અન્ય કર્મચારીઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. એકાએક ૩ લોકો પોઝિટીવ આવતા બેંકની બ્રાંચ પણ હાલમાં થોડાક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી અને ગીરસોમનાથમાં પણ કોરોનાના ૧-૧ કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે ભલે આ કેસો દરેક જગ્યાએ નાની સંખ્યામાં પરંતુઆ ચિંતાનો વિષય છે. કારણકે એક બે કેસથી શરૂ થઈનેજ સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાતું હોય છે. જેથી લોકોએ હજું પણ સાવધાની રાખવી ઘણી જરૂરી છે. જેમાં ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ જેવા પ્રોટોકોલનું પાલન ખાસ કરવું જોઈએ.

(10:28 am IST)