Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પાટડી - ફુલકી રોડના કામકાજ દરમિયાન રોલર હડફેટે માર્ગ મકાન વિભાગના કર્મચારીનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-ફુલકી વચ્ચે થયેલા અને સમયથી રોડ-રસ્તાના કામકાજો શરૂ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરી અને પાટડી ફુલકી વચ્ચેનો જે રોડ રસ્તો છે તે ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીની ગ્રાન્ટ માંથી આ પ્રકારના કામકાજ શરૂ કરવામાં આવ્યા છે અને વિકાસને વેગ આપવામાં આવ્યો છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ફુલકી વચ્ચે ડામર રોડનું કામકાજ ચાલી રહ્યું છે તેની દેખરેખ માટે અચાનક માર્ગ-મકાન વિભાગના કર્મચારી નશીબખાન પહોંચ્યા હતા સમયે ડામર રોડ કેવો થાય છે તેની તપાસ કરતા હતા તે સમયે રોડ રસ્તાનું કામકાજ કરતું અને ડામર રોડ ઉપર સંતુલન કરવા માટે ઉપયોગમાં આવતો રોલર માર્ગ-મકાન વિભાગના કર્મચારી ઉપર ફરી વળ્યું હતું.

આ મામલે માર્ગ-મકાન વિભાગના કર્મચારી નસીબ ખાન ના માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામ્યો નથી ત્યારે તેમનું ઘટના સ્થળે જ આ મામલે મોત પણ નીકળી જવા પામ્યો હતો જેને લઇ માર્ગ-મકાન વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા તેમના કર્મચારી નસીબખાન નું જ ઘટના સ્થળે મોત નિપજયા હોવાનું ખુલવા પામ્યું હતું.

ત્યારે આ બાબતે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે આ મામલે હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે પાટડી - ફુલકી વચ્ચે ડામર રોડનું કામ ચાલી રહેલ કામગીરીની દેખરેખ માટે માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતાં નશીબખાન નામના કર્મચારી રોલર નીચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(10:59 am IST)