Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં ૪૯૯ ગ્રામ પંચાયતોની ૧૯મી ડીસેમ્બરના ચુંટણી : લાજ કાઢવાની પ્રથા હોય ત્યા અલગ બૂથ

વઢવાણ તા.રપ :  સુરેન્દ્રનગર જિલ્લામા ૪૯૯ ગ્રામ પંચાયતોના સરપંચ અને સદસ્યોેની ચુંટણી માટે રાજય ચુંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે. ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યકર્મ મુજબ તા ૧૯-૧૨-૨૦૨૧ને રવિવારે સવારે ૭ કલાકેથી સાંજના ૬ કલાક સુધી બેલેટપેપર દ્વારા મતદાન યોજવામાં આવશે. ત્યારે જિલ્લાની ૪૯૯ ગ્રામ પંચાયતોના સરપંચોની સદસ્યોની ચૂંટણી માટેની કામગીરી આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે ઉંમેદવારીપત્ર ભરવાની તારીખ ૨૮ ૧૧ ના રોજ નક્કી કરવામાં આવી છે જયારે ચાર બાર ના રોજ ઉંમેદવારી પત્રક ની ચકાસણી કરવામાં આવશે ૬ ૧૨ ના રોજ ઉંમેદવારીપત્ર પાછી ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે.જયારે ૨૧ ૧૨ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.
ગ્રામપંચાયતોની ચુંટણી માટે ઉંમેદવારીઓ ભરવાનો પ્રારંભ તા ૨૮-૧૧-૨૦૨૧ના રોજ થશે. ઉંમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા ૪-૧૨-૨૦૨૧ રહેશે ઉંમેદવારી પત્રોની ચકાસણી તા ૬-૧૨-૨૦૨૧ના રોજ થશે ઉંમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા ૭-૧૨-૨૦૨૧ રહેશે તેમજ મતદાન તા ૧૯-૧૨-૨૦૨૧ ના રોજ યોજાશે મતગણતરી તા ૨૧-૧૨-૨૦૨૧ના રોજ હાથ ધરવામાં આવશે.
તા ૨૨મીએ ચુંટણી જાહેર થવાની સાથે જ આદર્શ આચાર સંહીતા અમલમાં આવી ગયેલ છે શાસકપક્ષ રાજકીય પક્ષો તથા ઉંમેદવારો વહિવટીતંત્ર તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધીતોએ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.
સમગ્ર રાજયમાં ૧૦૮૭૯ ગ્રામ પંચાયતમાં ૧૦,૨૮૪ સરપંચના પદ માટે તથા અંદાજે ૮૯,૭૦૨ વોર્ડમા સદસ્યો માટે ચુંટણી યોજાશે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાતને પગલે આજથી આદર્શ આચાર સંહિત અમલમાં આવી છે. આ આચાર સંહિતનાને પગલે કર્મચારીઓની રજા ઉંપર પ્રતિબંધ મૂકાયો છે. જયારે બદલીઓ અને નિમણૂંક ઉંપર પણ ચૂંટણીને પગલે રોક લાગી છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉંમેદવારી કરવા ઈચ્છુક ઉંમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ કે મિલક્ત-દેવા અંગેની જરૂરી વિગતો તેમજ લાયકાત માટે સોંગદનામું કરાવવાની જરૂરીયાત નથી એવો નિર્દેશ અગાઉં ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયેલ સુચનાઓ હેઠળ અપાયેલ છે. ઉંમેદવારોએ આ વિગતો જરૂરી સેલ્ફ ડીકલેરેશન(બાંહેધરી પત્રક) દ્વારા જ પૂરી પાડવાની રહેશે.
લાજ કાઢવાનો રીવાજ હોય ત્યાં મહિલા માટે અલગ મતદાન મથક  રહેશે
ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈ ચૂંટણી આયોગ દ્વારા ૧૮ પાનાનો આદેશ અગાઉં કરાયો હતો.આ આદેશોમાં ગ્રામકક્ષાએ રીવાજો,મલાજો જાળવવા બાબતે અલગથી મહિલા મતદાન મથક ઉંભું કરવા,ફરજ ઉંપર મહિલા અધિકારીઓ નીમવા અને પોલીસ બંદોબસ્તમાં પણ મહિલા પોલીસ કર્મીની વરણી કરવા આદેશો કરાયા છે,જયારે આ ચૂંટણીમાં દૂધ મંડળીઓના વાહનો કે મકાનોનો ઉંપયોગ નહી કરવા હુકમો કરાયા હતા.


 

(11:07 am IST)