Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભાયાવદર ગામ ના શિક્ષક પ્રફુલ્લ ભાણજીભાઈ માકડીયા ની સામે 6 વર્ષની દીકરીને બિભત્સ વિડિયો દેખાડી અને શારીરિક છેડછાડ કરવાના ગુનામાં સજા યથાવત

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૫ ભાયાવદરના શિક્ષક પ્રફુલ ભાણજી માકડીયા ને સજા કન્ફર્મ રહી છે.

ભાયાવદર ગામ ના શિક્ષક પ્રફુલ્લ ભાણજીભાઈ માકડીયા ની સામે તેમના ગામના ભોગ બનનાર દીકરી કે જેમની ઉંમર વર્ષ 6 હતી અને તેણે ટ્યુશનમાં જતી હતી ત્યારે આ પ્રફુલભાઈ  માકડીયા એ આ દીકરીને બિભત્સ વિડિયો દેખાડી અને શારીરિક છેડછાડ કરેલી હતી. જે અંગેની ફરિયાદ થતાં ભાયાવદર ના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ  કેતનકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ ૮ ડિસેમ્બર 2020 ના રોજ તકસીરવાન ઠરાવી અને છ માસની સજા તથા રૂપિયા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. 

આ ચુકાદો આવ્યા બાદ પ્રફુલ શામજી ભાઈ માકડીયા એ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબની કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી અને ચુકાદાને પડકાર હતો તેની સામે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી કાર્તિકેય પારેખે પણ સજા વધારવા માટે અપીલ દાખલ કરેલી હતી.

 

સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે આ પ્રફુલભાઈ સરકારી સ્કૂલના કર્મચારી છે અને તે ટ્યુશન કરી શકે નહીં ત્યારથી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને તેનાથી વધારે એક નાની એવી દીકરી કે જેમના ઉજ્જવળ ભવિષ્ય ના નિર્માણ માટે તેમના માતા-પિતા આ પ્રફુલભાઈ પાસે શિક્ષણ લેવા માટે મોકલેલા હતા ત્યાં પ્રફુલભાઈ અંગત મનોરંજન માટે તેણીની સાથે જે કૃત્ય કરેલું છે તે ક્ષમાને પાત્ર નથી અને દાખલારૂપ ચુકાદો આપવો જોઈએ. વિશેષમાં હાલમાં આવા ગુના ની સજા દસ વર્ષ જેવી છે પરંતુ આ બનાવ બનેલો હતો ત્યારે જૂનો કાયદો અમલમાં હતો એટલા માટે મહત્તમ સજા કરવી જોઈએ. બનાવ તારીખ 31 1 2010 ના બપોરે દોઢથી બે વાગ્યા વચ્ચે બનેલો હતો  તમામ વિડીયો પોલીસ તરફથી કબજે કરેલા છે અને એફ.એસ.એલ.માં મોકલેલા છે અને એ ફેશિયલ તરફથી પૃથક્કરણ કરવામાં આવેલું છે.આ તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપીની વર્તણૂક અને વ્યવહાર ન્યાયિક નથી સગીર આની આખી જિંદગી માનસિક યાતના ભોગવવી પડે એવું કૃત્ય આચર્યું છે અને તેની સામે હળવાશથી લઈ શકાય નહીં નામદાર નીચેની અદાલતમાં ભોગ બનનાર સાથે જુબાની સમયે પણ ન પૂછવા ના ખૂબ ખોટા પ્રશ્નો પૂછી અને લાંબા સમય સુધી આ ભોગ બનનાર દીકરી ને કોર્ટમાં હાજર રાખી અન્યાય કરેલો છે

 

આ તમામ દલીલો અને રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તથા નામદાર નીચેની અદાલત સમક્ષ ની જુબાની ઓ ને ધ્યાને લઇ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ મહેશચંદ્ર શર્માએ આરોપી ની સજા માં વધારો કરેલો છે અને સજા બે વર્ષની એટલે કે મહત્તમ સજા કરેલી છે દંડ પણ રૂપિયા 500 માંથી વધારીને રૂપિયા 10,000 કરેલો છે. અને આ ચુકાદાથી હાલ આરોપી પ્રફુલ ભાણજી માકડીયા જેલહવાલે થયેલ છે.

(11:30 am IST)