Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મોરબીમાં રબારી યુવાનના હત્યારા સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવા માંગ

મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર અપાયુ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબીમાં રબારી યુવાનની હત્યાથી માલધારી સમાજમાં દ્યેરા પ્રત્યાદ્યાત પડ્યા છે. જેમાં યુવાનની હત્યા કરનાર આરોપી હિસ્ટ્રીશીટર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવા માંગ સાથે મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા માલધારી સંગઠને કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હેરાશભાઈ રબારીને ગત તા.૨૨ ના રોજ રાત્રે એક શખ્સે સામાન્ય બાબતે છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ આરોપી હિસ્ટ્રીશીટર હોય અને તેની સામે મોરબી જિલ્લામાં અનેક ગુન્હાઓ નોંધાયેલા હોવાથી તેની સામે કડક.કાર્યવાહી કરવા ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, મૃતક નવદ્યણભાઈ તેમના પરિવારના આધારસ્તંભ હતા તેમના પિતા હયાત નથી અને દાદા સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેથી તેમના પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાને લઈને સરકાર યોગ્ય રીતે આર્થિક મદદ કરે તેમજ કાયદાની છટકબારીથી આરોપી છૂટી ન જાય તે માટે ન્યાયિક રીતે કેસ ચલાવવા અને ફરિયાદી તથા સાહેદોને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા એસપીને આવેદન પત્ર આપતી વખતે માલધારી સમાજના આગેવાનો રમેશભાઇ રબારી, મનસુખભાઇ રબારી, કરસનભાઇ ભરવાડ, રામજીભાઇ રબારી, અમિતભાઇ રબારી, દેવરાજભાઇ રબારી, રામજીભાઇ અજાણા, બાબુભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા.

(12:27 pm IST)