Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મોરબીમાં બે સ્થળેથી ૧૪૯ બોટલ દારૂના જથ્થા સાથે બે પકડાયા

સંજય રાઠોડ અને સની લાલુકીયાની ધરપકડ : જયપાલસિંહની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : એલસીબી ટીમે બે સ્થળેથી ૧૪૯ બોટલ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના અનંતનગરમાં રહેતા સંજયભાઈ રમણીકભાઈ રાઠોડ અને સનીભાઈ ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા રહે-રામકો વિલેજ સોસાયટી વાળા એ સાથે મળીને આરોપી સંજયભાઈ રાઠોડ એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થોઙ્ગ બોટલ નંગ-૨૯ કીમત રૂ.૧૦૮૭૫ વેચાણ કરવાના ઈરાદે રાખી આરોપી સંજયને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર હતી તો આરોપી સનીભાઈ ઉર્ફે વેલો હાજર નહિ મળી આવતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ એલસીબી ટીમે હળવદ રોડ પર રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયાએ આરોપી જયદીપસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા રહે-મોટી ખેડોઈ અંજાર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ખરીદ કરી આરોપી સની એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.૧૨૦ કીમત રૂ.૪૫૦૦૦નો વેચાણ કરવાના ઈરાદે રાખી આરોપી સની લાલુકિયાને ઝડપી પાડ્યો હતો જયારે આરોપી જયપાલસિંહ જાડેજા હાજર નહિ મળી આવતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)