Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજુલાના ધાતરવાડી-ડેમ-૨ માં યુવાને ઝંપલાવ્યું પણ તરવૈયાઓએ બચાવી લીધો

રાજુલામાં ગઈકાલે સાંજના સમયે આત્મહત્યા કરવાના ઈરાદે એક યુવકે ધાતરવડી ડેમ 2 માં ઝંપલાવ્યું હતુ સદનસીબે ત્યાં હાજર તરવૈયાઓની ટીમ દ્વારા યુવકનો બચાવ થયો હતો. ગઈકાલે સાંજના સમયે બીડી કામદાર વિસ્તારમાં ટેલીફોન એક્ષચેન્જ પાછળ આવેલ ડેમમાં એક યુવક દિનેશભાઈ ઉર્ફે ટીનાભાઇ અકળ કારણોસર જીવન ટૂંકાવવા આત્મહત્યાનો વિચાર કરી ડેમમાં ઝંપલાવ્યું હતુ પરંતુ આસપાસ મહિલાઓ કપડાં ધોતી હતી તેણે અને અન્ય લોકોએ આ જોતા તરવૈયા ની ટીમને સંપર્ક કર્યો અને તુરંત આ ટીમ સ્થળ પર પહોંચી આ યુવકને શોધી બચાવી લીધો અને સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છેલ્લા ઘણા સમયથી ઘાણો નદીકાંઠે તળાવે પથ્થરની ખાણમાં ભરાયેલા પાણીમાં આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ ટીમે પૂરો સહકાર આપ્યો છે તળાવનું પાણી બંધીયાર હોય ખૂબ જ દુર્ગંધ આવતી હોય છતાં પણ ધુબાકો મારી બચાવવાની કામગીરી કરવામાં આવે છે આ ટીમમાં વનરાજભાઈ શિયાળ અકબરભાઈ કનોજીયા ખૂંખારભાઈ ઈમરાનભાઈ ઈકબાલભાઈ સુમરા ઉર્ફે પાલાભાઈ ગૌતમભાઈ ધાખડા સહિત તરવૈયાઓ તુરંત હાજર થઈ જાય છે હાલમાં થોડા સમય પૂર્વ બે છોકરીઓ રમતા રમતા પડી ગઈ હતી જેમાં એકનો બચાવ થયો એકનું મૃત્યુ થયું હતું.

(12:34 pm IST)