Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અમદાવાદ હાઈવે ઉપર રાજસ્‍થાનથી દારૂ ભરીને આવતો ટ્રક ઝડપાયો

વઢવાણ તા. ૨૪ : હાલમાં ચૂંટણીનો માહોલ હોવાના કારણે પોલીસ દ્વારા વાહનો ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તેવા સંજોગોમાં રાજસ્‍થાન બાજુથી સૌરાષ્‍ટ્રમાં ચૂંટણીલક્ષી દારૂ ઘુસાડવાની પહેરવી સાથે ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્‍યારે તપાસમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગુંદાળા ગામના પાટીયા પાસે પસાર થતા ટ્રકને રોકી અને તપાસ હાથ ધરવામાં આવતા જેમાંથી ૪૪૯ ઇંગ્‍લિશ દારૂની પેટી ૩૧ લાખ ૬૦ હજાર બસોના મુદ્દા માલ સાથે ટ્રક દારૂ અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ ટ્રક રાજસ્‍થાનથી આવતી હતી અને રાજકોટ તરફ જઈ રહી હતી ત્‍યારે પોલીસે રોકી અને તેની તલાસી રહેતા મોટી માત્રામાં દારૂનો જથ્‍થો ઝડપાઈ ગયો હતો ત્‍યારે ટ્રક રાજસ્‍થાનનો છે અને ડાઇવર પણ રાજસ્‍થાનનો હોવાનું જાણવા મળે છે ત્‍યારે તપાસ બાદ જાણવા મળશે કે આ દારૂ કયાં લઈ જવાનો હતો જેની હાલમાં તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્ર જણાવી રહ્યા છે.(

(11:40 am IST)