Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

લાઠીદડથી ચોટીલા દર્શને જતા અકસ્‍માતમ : ૬ને ઇજા

વઢવાણ,તા.૨૪ : સાયલા થી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી જતા કારમાં સવાર ૬ લોકોને ઇજા થવા પામી હતી. અકસ્‍માતના બનાવને પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

 કાર પલટી જતા મહિલા તેમજ બાળકીને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે ખસેડવા પડયા હતા.

૧૦૮ દ્વારા તમામ ઇજાગ્રસ્‍તોને સાયલા સરકારી હોસ્‍પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા લાઠીદડ થી તમામ લોકો ચોટીલા કાર લઈ દર્શને જતા હતા જે દરમિયાન સાયલા ચોટીલા હાઇવે પર ગોસળ પાસે બનાવ બનવા પામ્‍યો હતો એક મહિલા તેમજ બાળકીને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્‍યા હતા.

ઇજાગ્રસ્‍તોમાં  અશોક પરસોતમ પુરાણી, કમળાબેન પરસોતમ ભાઈ પુરાણી, સોનલબેન અશોકભાઈ પુરાણી, ખુશી અશોકભાઈ પુરાણી, રાહુલ અશોકભાઈ પુરાણી, આર્યન દિલીપભાઈ પુરાણીનો સમાવેશ થાય છે.

(11:42 am IST)