Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગિરનાર ૯.૬, નલીયા ૧૧.૯, ગાંધીનગર ૧૨.૪ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાનો જામતો માહોલઃ મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક

રાજકોટ,તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાન સાથે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે.

આજે કચ્‍છના નલીયામાં સૌથી નીચુ ૧૧.૯ ડિગ્રી, ગિરનાર પર્વત ૯.૬ ડિગ્રી, ગાંધીનગર ૧૨.૪, રાજકોટ ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : શિયાળો શરૂ થતા હવે ધીમે ધીમે ઠંડી જોર પકડી રહી છે ત્‍યારે આજે ગિરનાર પર્વત પર ૯.૬ ડિગ્રી અને જૂનાગઢ ૧૪.૬ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

જૂનાગઢ કૃષિ યુનિ.માં હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ ગઇ કાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૩ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો સહેજ ઉપર ચડીને ૧૪.૬ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. વાતાવરણમાં ભેજ વધીને સવારે ૭૧ ટકાએ પહોંચી ઠંડી આક્રમક બની હતી. જૂનાગઢના ગિરાનાર પર્વત ખાતે ૯.૬ ડિગ્રસ ઠંડીથી પ્રવાસીઓ વગેરેની મુશ્‍કેલી યથાવત રહી હતી. (૨૨.૧૯)

કયાં કેટલી ઠંડી

શહેર             લઘુતમ

                તાપમાન

ગીરનાર પર્વત      ૯.૬

અમરેલી           ૧૪.૭

બરોડા             ૧પ.૦

ભાવનગર         ૧૬.૦

ભુજ               ૧૭.૦

દમણ              ૧૭.૦

ડીસા               ૧૪.૪

દીવ               ૧૬.૩

દ્વારકા              ૧૯.૯

ગાંધીનગર         ૧ર.૪

જુનાગઢ           ૧૪.૬

કંડલા              ૧૭.૧

નલિયા            ૧૧.૯

ઓખા              ર૧.૮

પોરબંદર          ૧૬.૦

રાજકોટ            ૧૬.૬

સુરત              ૧૭.પ

વેરાવળ           ૧૯.૮

(12:01 pm IST)