Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જામનગરના વાણીયા ગામે છોકરાઓ પ્રશ્‍ને ઠપકો આપતા પત્‍નિનો આપઘાત

જામનગર, તા.૨૪: જામનગર જિલ્લાના વાણીયા ગામે રહેતા પ્રવિણભાઈ પાગાભાઈ વાઘેલા, ઉ.વ.૩૦ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, સામુબેન પ્રવિણભાઈ પાગાભાઈ વાઘેલા, ઉ.વ.ર૮ ને તેના પતિ પ્રવિણભાઈએ છોકરાઓ બાબતે ઠપકો આપતા તેને મનમાં લાગી આવતા રાત્રીના કોઈપણ સમયે પોતાની જાતે કોઈ ઝેરી દવા પી જતા સારવારમાં મૃત્‍યુ પામેલ છે.

યુવાને આયખું ટુંકાવ્‍યું

અહીં ઘાચીવાડ, જાંબુડી મસ્‍જિદ પાસે રહેતા આદીલભાઈ યુસુફભાઈ દયાલ, ઉ.વ.ર૭ વાળા એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, નજીરભાઈ યુસુફભાઈ દયાલ, ઉ.વ.૪ર એ કોઈ અગમ્‍ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મૃત્‍યુ પામે છે.

ધ્રોલમાં આંકડા લખતો ઝડપાયો

 ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગાયત્રી મંદિર પાસે ધ્રોલમાં આરોપી અબ્‍દુલ નુરમામદભાઈ નોબે એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છકડો પલ્‍ટી મારી જતા યુવાનનું મોત

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં અસલમભાઈ હાસમભાઈ ખીરા, ઉ.વ.૪૦, રે. કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ, રાજ સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રીક્ષા નં. જી.જે.રપ-ટી-રર૯૭ના ચાલક મામદભાઈ હુશેનભાઈ સમા તથા મરણજનાર લીલાધરભાઈ મનજીભાઈ વાઘેલા, ઉ.વ.૩પ વાળા નુરી ચોકડીથી હાપા તરફ જતા રોડ પર માર્કેટીંગ યાર્ડની બાજુમાં નથવાણી વાસુદેવ દેવચંદની દુકાન સામે, અચાનક કુતરુ આડુ આવતા કાવો મારી દેતા રીક્ષા ડીવાઈડર સાથે ભટકાતા રીક્ષા પલ્‍ટી મારી જતા પોતાને શરીરે મુઢ ઈજા તથા છોલછાલની ઈજા તથા રીક્ષામાં બેસેલ લીલાધરભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા સ્‍થળ પર મરણ જતા રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો છે.

જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રદર્શનગ્રાઉન્‍ડ પર રીક્ષા પાર્કિંગ સ્‍ટેન્‍ડ પાસે આરોપીઓ પાર્થ ઉર્ફે કાનો દિલીપભાઈ દાણીધારીયા  તથા રફીકભાઈ તૈયબભાઈ શેઠા એ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકી નો આંકડા બોલી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.ર૭૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:01 pm IST)