Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જેતલસર પાસે વાડીમાં રાજકોટના ત્રણ સહિત દસ શખ્સો પત્તા ટીંચતા પકડાયા

૧.૧૪ લાખની રોકડ અને વાહનો મળી ૭.૧૬ મુદામાલ કબ્જેઃ રૃરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૪ :.. જેતલસર ગામે વાડીમાં ચાલતા જૂગારના હાટડા ઉપર રૃરલ એલસીબીએ દરોડો પાડી રાજકોટના ૩ સહિત ૧૦ શખ્સોને રૃા. ૭.૧૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

એલ. સી. બી. પોલીસ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન બાતમી મળેલ કે જેતલસર ગામે રહેતો રસીક ઠુંમ્ર પોતાની વાડીએ રાજૂ ડોબરીયા સાથે મળી જૂગારનો અખાડો ચલાવતો હોય તે આધારે એલ. સી. બી. એ જેતલસર જંકશન તરફ જવાના રસ્તે આવેલ રસીકની વાડીમાં ગત રાત્રીના જૂગાર અંગેની રેડ કરતા તીનપતીનો જૂગાર રમતા જગદીશ વસંતભાઇ બગડાઇ (રહે. ગોપાલનગર રાજકોટ), જયેશ બાબુ ખાતરા (રહે. શિવમ રેસીડેન્સી મવડી) હરેશ (ઉર્ફે હરી મનસુખભાઇ જોષી (રહે. ગાંધીગ્રામ રાજકોટ) વિપુલ વલ્લભભાઇ કંદેસરી (રહે. ઉપલેટા) મુકેશ મોહનભાઇ ગોહીલ (ચોરબેડી -જામનગ), ધવલ અશોકના અરિબા (રહે. ઉમીયાધામ સોસા. લાલપુર) ભાવેશ બાબુભાઇ ભુવા, રસીક નારણભાઇ બાબરીયા (રહે. બન્ને જેતલસર ગામ) તથા વાડી માલીક રસીક શીવાભાઇ ઠુંમર તથા તેનો મળતીયો રાજેષ ઉર્ફે રાજૂ  આંબાભાઇ ડોબરીયા (રહે. બન્ને જેતલસર ગામ) ને રોકડા રૃા. ૧,૧૪,૪૧૦, મોબાઇલ ૧૧ કિ. રૃા. ૪ર,૦૦૦ મોટર સાયકલ -૩, એકસેસ નં. જીટી-૦૩-જેએફ ૬૮૩૦, બાઇક પેશન જીજે-૦૩-એફજી-ર૩૭૯, હીરો સ્પેન્ડર જીજે-૦૩-જેજી ૦૩૬ર કુલ મળી ૬૦,૦૦૦ ઇકો કર નં. જીજે-૧૦-ડીએ-પ૪૦પ, અર્ટીગા કાર નં. જીજે-૦૪-સી-૮પર૯ કુલ મળી રૃા. ૭,૧૬,૪૧૦ ના મુદામાલ સાથે તમામ શખ્સોને પકડી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપેલ.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ. સી. બી. ના પોલીસ ઇન્સ. વી. વી. ઓડેદરા, પો. સબ. ઇન્સ. ડી. જી. બડવા, પો. સબ.  ઇ. એચ. સી. ગોહીલ, એ. એસ. આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કો. નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, વિરરાજભાઇ ધાંધલ, ધર્મેશભાઇ બાવળીયા, શકિતસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા તથા પો. કો. કૌશીકભાઇ જોશી, મહેશભાઇ સારીખડા, મેહુલભાઇ સોનરાજ તથા ડ્રા. પો. કો. અનિરૃધ્ધસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:08 pm IST)