Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગુજરાત આવનારા દિવસોમાં હરણફાળ ભરશે : નરેન્‍દ્રભાઇ મોદી

ભાવનગરમાં વડાપ્રધાનની જાહેરસભા યોજાઇ : સરકારની વિવિધ ક્ષેત્રની સિધ્‍ધીઓ વર્ણવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બધા જ રેકોર્ડો તોડવા છે અને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગરની જાહેર સભામાં લોકો પાસે અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍કૂલમાં અભ્‍યાસ દરમિયાન ભાવનગરના મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી નો રોલ ભજવ્‍યો હોવાનું જણાયું હતું. કોંગ્રેસની ટીકા કરતા નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના સરકારની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓ આંકડા સાથે વર્ણવી હતી.

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે ગઇકાલે સાંજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિશાળ જંગી સભા યોજાઈ હતી. વડાપ્રધાન મોદીએ તેમના વક્‍તવ્‍યમાં શરૂઆતમાં જ ભાવનગરના રાજવી કૃષ્‍ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને ભાવનગરની ધરતીને નમન કરૂં છું તેમ જણાયું હતું. છેલ્લા કેટલાય સમયથી ભાવનગર અને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન તરફથી સમર્થન મળી રહ્યું છે તેમ જણાવી છેલ્લા બે દાયકાથી દાયકાની સફળતા વિશ્વાસ અને વિકાસની અવિરત યાત્રાનો નાથો જોડ્‍યો છે. ફીર એક બાર ભાજપ સરકારનો નારો મોદીએ સભામાં ગુંજતો કરાયો હતો. આવનારા દિવસોમાં વિકસિત ગુજરાતને વધુ ઊંચાઈએ લઈ જવાનું જણાવી મોદીએ લોકો પાસેથી માત્ર વિકસિત ગુજરાત માટે મૂડી રોકાણમાં તમારો મત જ આપો તેમ જણાવી ગેરંટી આપી હતી કે ભાજપ સરકારે સમસ્‍યાના સ્‍થાયી સમાધાન માટે દિવસ રાત મહેનત કરનારી પાર્ટી છે. કોંગ્રેસના શાસનમાં કેવી દશા હતી તેમ જણાવી વીજળી પાણી ગેસ પાઇપલાઇન કનેક્‍ટિવિટી સહિતના ક્ષેત્રે થયેલ વિકાસના કામોની આંકડા સાથે માહિતી આપી હતી

ધોલેરા સર લોથલમાં મેરી ટાઈમ હેરિટેજ તેમજ વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઈડ્રોજન કાઠીયાવાડમાં બનશે તેમ જણાવી ગુજરાત આવનારા દિવસોમાં મોટી હરણફાળ ભરનાર છે તેમ જણાવ્‍યું હતું.

માતૃશક્‍તિના આશીર્વાદ તેમના ઉપર હંમેશા મળી રહ્યા છે જેમને જે તેઓને ઉર્જા આપે છે તેમ કહીબહેનોની સુરક્ષાની ગેરંટી આપી હતી. આયુષ્‍માન યોજના, આવાસ યોજના સહિતના અનેક પ્રોજેક્‍ટોની આંકડાકીય માહિતી સાથે વાત કરી પાલીતાણાના ટુરિઝમ વિકાસની પણ મોદીએ વાત કરી હતી. રાજકારણનો કક્કો ભાવનગરની ધરતીના સ્‍વ. હરિસિંહ ગોહિલ પાસેથી પોતે શીખ્‍યા હોવાનું જણાવી ભાવનગરના દરેક વડીલોને ઘરે જઈ નરેન્‍દ્રભાઈ ભાવનગર આવ્‍યા હતા અને તમને પ્રણામ પાઠ્‍વયા છે . તેમ કહી પ્રણામ કરજો તેમ ભાવનગરિયોને કહ્યું હતું.

જંગી જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ આ વર્ષે મતદાનના તમામ રેકોર્ડ તોડવા છે અને ભાજપના કાર્યકર્તાઓને કમળ વધુમાં વધુ કમળ ખીલે તેમ જણાવ્‍યું હતું.

ભાવનગરમાં વડાપ્રધાનની મોદીની સભા પહેલા જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, સાઈરામ દવે ,ઉર્વશીબેન રાદડિયા સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.

વડાપ્રધાન શ્રી મોદીની આ સભામાં કોળી સમાજનાᅠ નેતા અને પૂર્વ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકી ઉપસ્‍થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પુરષોત્તમભાઈ સોલંકી સાથે હાથ મેળવી ખબર અંતર પૂછ્‍યા હતા. સભામાં જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્‍યા તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:52 am IST)