Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ભાજપે લોકોના ભરોસાને સાર્થક કર્યો છે, કચ્છ મોડેલ જિલ્લો: મનસુખભાઈ માંડવીયા

ભુજ અને ગાંધીધામમાં ભાજપના ઉમેદવારોની જાહેરસભા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

ચુંટણી પ્રચારના અંતિમ તબક્કા દરમ્યાન ભાજપ દ્વારા પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવાઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી અને ભુજમાં માધાપર ગામે કેશુભાઈ પટેલના સમર્થનમાં જાહેરસભા યોજી હતી. 

     કચ્છના વિકાસ સાથે હજીયે હરણફાળ ભરવાની વાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, કચ્છ એ વિકાસ ક્ષેત્રે મોડેલ જિલ્લો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કચ્છ બંદરીય વ્યાપાર, પ્રવાસન, ઔધોગિક વિકાસ, રોજગારી સહિતના અનેક ક્ષેત્રે આગળ વધ્યું છે. કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જે પ્રોજેક્ટના ખાતમુહુર્ત કરે છે એનું લોકાર્પણ પણ તેઓ કરે છે. કચ્છની ૬ એ ૬ બેઠકો ભાજપ જીતશે સાથે રાજ્યમાં પણ ૧૫૧ પ્લસ સાથે કમળ ખીલશે. ગાંધીધામ બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ આ ચુંટણીમાં નવા રેકોર્ડ સાથે જીતનો આર્શીવાદ આપવા લોકોને અપીલ કરી હતી. 

    ભુજના માધાપર ગામે જાહેરસભાને સબોધન કરતાં કેશુભાઈ પટેલે કહ્યું હતું કે, હું જવાબદારીમાંથી ખરો ઉતરીશ. ગાંધીધામના કાર્યક્રમમાં યુપીના જલમંત્રી સ્વતંત્રતદેવસિંહ, બેઠકના પ્રભારી ધવલ આચાર્ય, પાલિકા પ્રમુખ ઈશિતાબેન તીલવાની, ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના માધાપર ગામે જાહેરસભામાં બેઠકના પ્રભારી ડો. મુકેશ ચંદે, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કૌશલ્યાબેન માધાપારિયા, માવજીભાઈ ગુંસાઈ, હિતેશભાઈ ખંડોર સહિતના આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:58 am IST)