Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોટી પાનેલીમાં કાલે નિઃશુલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૫: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આગામી શનિવારના રોજ નિઃશુલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પનુ આયોજન રાખેલ છે. સમગ્ર ભારતભર તથા સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલ રાજકોટમાં અત્‍યાધુનિક ઉનાળાની સિઝનમાં કોલ્‍ડ ઠંડા ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્‌ટ ફોલ્‍ડેબલ લેન્‍સ નેત્રમણી સાથે વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

આ વિનામૂલ્‍યે શ્રી સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલની બસમાં લઈ જઈ અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્‌ટ ફોલ્‍ડેબલ લેન્‍સ નેત્રમણી સાથે વિનામૂલ્‍ય ઓપરેશન કરી આપવામાં આવશે ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્‍પના સ્‍થળે પરત મૂકવાની વ્‍યવસ્‍થા પણ હોસ્‍પિટલ તરફથી કરવામાં આવશે.

દર્દી ભગવાનને રહેવા જમવા શુદ્ધ ઘી નો શીરો ચા પાણી નાસ્‍તો ચશ્‍મા દવા ટીપા વગેરે મફત આપવામાં આવશે.

નેત્ર નિદાન કેમ્‍પની તા.૨૬/૧૧/૨૦૨૨ શનિવાર.

નેત્ર નિદાન કેમ્‍પનો સમય સવારના તા.૯:૩૦ થી બપોરના તા.૧૨:૩૦ સુધી. નેત્ર નિદાન કેમ્‍પનું સ્‍થળઃ શ્રી લોહાણા મહાજનવાડીમાં રાખેલ છે તો આ વિનામૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પનો લાભ લેવા શ્રી પ્રફુલભાઈ શિંગાળાઃ ૭૦૧૬૦૮૮૭૪૪ તથા શ્રી પ્રફુલભાઈ દાવડાઃ૯૯૭૯૪૪૧૮૨૨ દરેક દર્દી ભગવાનને અનુરોધ કરે છે.(તસવીર અહેવાલઃ અતુલ ચગ)

(10:12 am IST)