Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ૩૭૮ કર્મચારીઓનું મતદાન યોજાયુ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણ બેઠકના કર્મચારીઓનું મોડેલ સ્‍કૂલ ખાતે મતદાન યોજાયું હતું જેમાં કુલ ૩૭૮ કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

જસદણના ચોટીલા રોડ પર આવેલ મોર્ડન સ્‍કૂલ ખાતે  બુધવારે ૨૦૫ કર્મચારીઓએ તેમજ ગુરુવારે ૧૭૩ કર્મચારીઓ મળી કુલ ૩૭૮ કર્મચારીઓએ મોડેલ સ્‍કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. જસદણ વિછીયા પંથકના પોલીસમેનો, શિક્ષકો સહિતના કર્મચારીઓએ આ મતદાનમાં મતદાન કર્યું હતું. આ તમામ કર્મચારીઓને ચૂંટણી માટે અન્‍ય તાલુકામાં મુકવામાં આવેલા હોવાથી આ કર્મચારીઓએ ચૂંટણીપૂર્વે જસદણ ખાતે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. જસદણ, આટકોટ, ભાડલા અને વિંછીયાના પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી.  જસદણપ્રવિંછીયા વિસ્‍તારના શિક્ષકોએ પણ મતદાન કર્યું હતું. હવે બાકી રહી ગયેલા કર્મચારીઓ ને પોસ્‍ટ દ્વારા બેલેન્‍સ પેપર મોકલવામાં આવશે અને તેઓ મતદાન કરીને પોસ્‍ટ દ્વારા બેલેટ પેપર જસદણ ચૂંટણી અધિકારીને પરત મોકલી શકશે. ચૂંટણી અધિકારી રાજેશ જી. આલનાં માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર દિનેશભાઈ આચાર્ય સહિતના  સ્‍ટાફે કામગીરી સંભાળી હતી.

(10:13 am IST)