Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે દિલાવરભાઇ ગોરીની વરણી

સાવરકુંડલા તા. ૨૫ : શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે દિલાવરભાઈ ગોરીનું વરણી કરવાᅠ આવતા શહેર ખુશી જોવા મળેલ હતી.

અમરેલી જિલ્લા કોંગ્રેસᅠ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી કે રૈયાણીના આદેશ અનુસાર સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ ડોડીયા એ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ઉત્‍સાહી અને સંગઠનના માહિર એવા પીઢ આગેવાન દિલાવરભાઈ જમાલભાઈ ગોરીની વરણી કરવામાં આવેલ હતી.

આ વરણીને ધારાસભ્‍ય અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ અમરીશભાઈ ડેર, ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઈકબાલ ગોરી માજી ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી. ચંદ્રેશભાઈ રવાણી, રફીકભાઈ મોગલ, મુજફરહુસૈન સૈયદ નરેશભાઈ અધવર્યું ટીકુંભાઈ વરૂᅠ હસુભાઈ સૂચક, નાસિર ચૌહાણ રાજેભાઈ, ચૌહાણ ઉસ્‍માન પઠાણ સંધિ જમાતના પ્રમુખ અલીભાઈ જાખરા વિગેરે કોંગ્રેસનાᅠઆગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(10:28 am IST)