Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

લોધીકા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં અપૂરતા તબીબો તથા અપૂરતી દવાઓને લઇ દર્દીઓને પરેશાની : યોગ્‍ય કરવા રજૂઆત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૨૫ : લોધિકા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લોધીકા સહિત તાલુકામાંથી રોજ દર્દીઓ સારવાર માટે આવે છે. તાલુકા કક્ષાના એકમાત્ર સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઘણા સમયથી ડોક્‍ટર સહિત સ્‍ટાફની ઘટને લઈ તેમજ અપૂરતી દવાઓને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી.

આ અંગે પત્રમાં રજૂઆત મુજબ લોધીકા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ૩૨ બેડની સુવિધા ધરાવતી હોસ્‍પિટલ છે અનેક ગામના લોકો સારવાર અર્થ આવે છે ત્‍યારે ઘણા લાંબા સમયથી એમ. એસ. સર્જનની જગ્‍યા ખાલી છે લોધીકાથી પસાર થતો સ્‍ટેટ હાઇવે શાપર ઔદ્યોગિક વસાહત તથા મેટોડા ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ છે ત્‍યારે અવાર-નવાર નાના મોટા અકસ્‍માત થાય છે ત્‍યારે અહીં સારવારમાં આવતાᅠ દર્દીઓને એમ.એસ.સર્જનની જગ્‍યા ખાલી હોય આવા સંજોગોમાં દર્દીનેના છૂટકેᅠ શહેરમાં લઈ જવા પડે છે જેમા ઘણી વખત દર્દીઓના જીવ પણ જોખમામાં મુકાઈ છે. આ અંગે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તેવી જ રીતે અહીં આંખના ડોક્‍ટરની જગ્‍યા પણ અંદાજીત છેલ્લા બે વર્ષથી ખાલી છે ત્‍યારે આંખની તપાસ માટે આવતા દર્દીઓને જેમ કે આંખના નંબર આંખનો ચેકઅપ વિગેરે સારવાર લેવા આવતા લોકો આંખના ડોક્‍ટરની સારવાર લઈ શકતા નથી તેવી જ રીતે હાલ અનેક દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ હોતી નથી તેથી દર્દીઓને મુશ્‍કેલી ભોગવી પડે છે.

વધુમાં આ કેન્‍દ્રમાં જનરેટરની સુવિધા પણ નથીᅠ લાઈટ જવાથી અંધારા પટ છવાઈ જાય છે ત્‍યારે આવતા દર્દીઓને હાલાકી ભોગવી પડે છે ઉકત પ્રશ્નોનો નિવાડો લાવવા સ્‍ટાફ ફાળવવા સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા ગૌરવ હંસોરા તા.પંચાયત પ્રમુખ કિશોરભાઈ વસોયા ઉપસરપંચ દિલીપભાઈ મારકણા પૂર્વ તા.પંચાયત પ્રમુખ વિનોદભાઈ ઘેટીયાᅠ સરપંચ માજી સરપંચ જયંતિભાઈ વસોયા ધીરજભાઈ વાડોદરિયા મહેશભાઈ ઘાડીયા સહિતનાઓ રજૂઆત કરેલી છે.

(10:29 am IST)