Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કોડિનાર સિધ્‍ધીવિનાયક સોસાયટીના રહીશો દ્વારા પાયાની સગવડો પુરી કરવા માંગ : ચુંટણી બહિષ્‍કારની ચીમકી

કોડીનાર તા. ૨૫ : વેરાવળ હાઇ વે પર આવેલ સિધ્‍ધી વિનાયક સોસાયટી તથા આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાચા માટીના રસ્‍તાઓ, ગટર તથા સ્‍ટ્રીટ લાઇટના પ્રશ્‍નો તેમજ પાણીના પ્રશ્‍નો તેમજ પાણીના પ્રશ્‍નો જેવા અનેક પાયાની જરૂરીયાતોના પ્રશ્‍નો છે. કાચા રસ્‍તા હોવાથી ચોમાસા દરમ્‍યાન બાળકો, વૃધ્‍ધો તથા રહીશોને અવર-જવરમાં મુશ્‍કેલી પડે છે. જે અંગે ગાહીલની ખાણ ગ્રામ પંચાયત, કોડીનાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્‍ન ઉકેલાતો નથી. જેથી રહીશો રોષે ભરાયા હતા. અને જો માંગણી ન સંતોષાય તો ચુંટણીમાં મતદાનનો બહિષ્‍કાર કરવાની ચીમકી અપાઇ હતી.

(11:04 am IST)