Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જસદણ જીઆઇડીસી એસોસિએશન ગુરૂવારે બંધ : કામદારો સાથે મતદાન કરાશે

 (હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૫ : જસદણ વીંછિયા પંથકમાં ગમે તે ચૂંટણી હોય પ્રથમ બહુ ગાજે છે પરંતું જેમ જેમ મતદાન કરવાનો દીવસ નજીક આવે છે મતદારો નીરસ બની જાય છે ભૂતકાળની અનેક ચૂંટણીમાં ઉત્‍સાહથી કયારેય પુરતું મતદાન થયું નથી ત્‍યારે જસદણ જીઆઈડીસી એસોસિએશન આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાનના દીવસે પોતાનાં ઉદ્યોગો બંધ કરી કામદારો સાથે મતદાન કરશે એ પ્રમુખ વિજયભાઈ જેન્‍તીભાઈ રાઠોડ એ જણાવ્‍યું હતું અને લોકોને અપીલ કરી હતી કે આગામી તા.૧ ડિસેમ્‍બર ૨૦૨૨ ને ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે જેમાં દરેક મતદારોએ મતદાન અવશ્‍ય કરવું જોઈએ મતદાન તે આપણી જવાબદારી છે જસદણ વીંછિયા તાલુકામાં મતદાનનો સમય સવારે ૮ થી સાંજના પ વાગ્‍યાં સુધીનો છે આ સમય પુરતો હોવાથી મતદારોને સરળતાથી મતદાન કરી શકે છે વિધાનસભાની આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થાય એવી તૈયારીઓ અત્‍યારથી જ કરીએ વધુમાં વિજયભાઈ રાઠોડ એ જણાવ્‍યું હતુ કે મારો મત મારી જવાબદારી એ સુત્રને દરેક મતદારો સાર્થક કરે એવી અપીલ કરો હતી.

(11:05 am IST)