Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગીર સોમનાથમાં માફીયાઓની ધાક

કંપનીની માલીકીની પથ્‍થરોની ખાણોમાં કબજોઃ ટ્રકો પસાર થાય ત્‍યા ટોલનાકુ ભરવું પડે તેવી સ્‍થિતીઃ હજારો શ્રમીકોની રોજી રોટી મુશ્‍કેલીમાં

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: તાજેતરમાં અમીતભાઇ શાહે જાહેરસભામાં કહેલ હતું કે માફીયાઓ દાદાઓથી ગુજરાત મુકત છે પણ ગીર સોમનાથ જીલ્લામાં  માફીયાઓથી ઉદ્યોગો ફફડે છે પોતાની માલીકીની પથ્‍થરની ખાણોમાંઅનેકે કબજો જમાવેલ હોય કોલસા,મીઠુ સહીતની કાચી વસ્‍તુઓ હેરફેર કરતા ટ્રકોને અમુક વિસ્‍તારોમાં ટોલનાકુ ચુકવવું પડે છે જે વિસ્‍તારમાં કામ કરવું હોય ત્‍યાં રાજકીય વ્‍યકતીઓને જ કોન્‍ટ્રાકટ આપવો પડે છે.

ગીર સોમનાથ જીલ્લામાં સૌથી મોટા ઉદ્યોગો આવેલા છે ત્‍યાં માફીયાઓનું રાજ ખુલ્લેઆમ ચાલી રહયું છે અનેક વખત કોંગે્રસના ધારાસભ્‍યો, આરટીઆઈ એકટીવીસ્‍ટોએ રાજય સરકાર સુધી રજુઆતો કરેલ હતી પણ ફરીયાદો કચરા ટોપલીમાં નાખવામાં આવે છે સીમેન્‍ટ કંપનીઓની માઈન્‍સ(પથ્‍થરની ખાણો) માં પથ્‍થર કાઢવા પણ કોઈ જઈ શકતું નથી ત્‍યાં કબજાઓ જમાવેલ છે ન છુટકે ગેરકાયદેસર, સરકારી ગૌચરમાંથી પથ્‍થરો લેવા પડે છે.

આરટીઆઈ એકટીવીસો એ ખુલ્લેઆમ જણાવેલ હતું આ વિસ્‍તારમાં ઉદ્યોગ ઉપર માફીયાઓનું સામ્રજય તેને સાથે રાખીનેજ કામ કરવું પડે છે ઉદ્યોગોએ પણ ના છુટકે કામગીરી કરવી પડે છે પણ મોધવારી મંદી ના લીધે આર્થિક રીતે ઉદ્યોગો ભારે મુશ્‍કેલીમાં આવેલ છે જેથી ભવીષ્‍યમાં હજારો શ્રમીકોની રોજીરોટી મુશ્‍કેલીમાં આવી શકે તેમ છે.સૌરાષ્‍ટ્રની જાહેર સભામાં અમીતભાઇ શાહે ભાષણ કરેલ હતું કે ગુંડાઓ દાદાઓના જમાના ગયા પણ ગીર સોમનાથ જીલ્લામાં આ બે વગર કંઈ થઈ શકતું નથી તે હકીકત છે.

(11:23 am IST)