Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જામનગરમાં હત્‍યાનો પ્રયાસનો આરોપી પકડાયો

જામનગરઃ સીટી સી ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૨૨૨૧૭૮૦ આઇપીસી  ૩૦૭,૩૨૩,૨૯૪ (બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબનો ગુન્‍હો દાખલ થયેલ જેમાં આરોપી સવજી ઉર્ફે કાનો ભેજાભાઇ સાગઠીયા રહે. એરફોર્સ રોડ વાળાની તપાસમાં હતા દરમ્‍યાન હ્યુમન સોર્સ દ્વારા હકીકત આધારે આઇપીસી કલમ ૩૦૭ મુજબના ગુન્‍હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીને હસ્‍તગત કરેલ છે. સામાન્‍ય બોલાચાલી થતા આરોપી એકદમ ઉશ્‍કેરાઇ ગયેલ અને તેના સગાભાઇને છરી વડે ગંભીર ઇજા કરેલ છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.એલ.વાઘેલા, પો.ઇન્‍સ. એન.એ.ચાવડા, પો.સબ ઇન્‍સ. કે.આર.સીસોદીયા, એ એસઆઇ આર.એમ.કનોજીયા, એચસી ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ વજરાજસિંહ ચુડાસમા મગનભાઇ એચ.ચંદ્રપાલ, પીસી મહેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઇ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર, હરદીપભાઇ વસંતભાઇ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદીપભાઇ જરૂએ કરી હતી.

(11:56 am IST)