Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રવિવારે સાવરકુંડલામાં પૂ. સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍તીજી મહારાજનો પાંચમી નિર્વાણતિથી મહોત્‍સવ

રાજકોટ તા.રપ : સાવરકુંડલામા઼ સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી સત્‍સંગ આશ્રમ પ્રાગજીભાઇ કથિરિયાની વાડીમાં, કલ્‍યાણ સોસાયટી પાછળ, નવા બસ સ્‍ટેન્‍ડ પાછળ, મહુવા રોડ, સાવરકુંડલા, જિ. અમરેલી ખાતે તા.ર૭ ને રવિવારે સવારે ૮-૩૦ થી બપોરના ૧ વાગ્‍યા સુધી પૂ.સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજની પાંચમી નિર્વાણતિથિ મહોત્‍સવ ઉજવાશે.

પૂ. નિર્દોષાનંદજી મહારાજની પરંપરા અનુસાર તેમના અનુયાયી સત્‍સંગી સેવક વર્ગ દ્વારા પ્રતિ વર્ષ ત્રણ મોટા મહોત્‍સવો ઉજવવામાં આવે છે. પૂજયશ્રીની નિર્વાણતિથિ, મહાશિવરાત્રી અને ગુરૂપૂર્ણિમાં આ જ પરંપરાની શૃંખલાને આગળ ધપાવતા તા.ર૭ નેરવિવારે પૂજય સ્‍વામીજીની પાંચમી નિર્વાણતિથિ મહોત્‍સવનું ભવય આયોજન સાવરકુંડલા મુકામે કરવામાં આવેલ છે.

આ મહોત્‍સવના રોજ પાવન પ્રભાતમા ૮-૩૦ કલાકેથી ધુન-ભજન-સંકિર્તન અને ગુરૂવંદનાથી કાર્યક્રમનો શુભારંભ થશે. ૯-૩૦ કલાકે પૂ.સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ અને પૂ.સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ તેમજ મહાનુભાવોના વરદ્દ હસ્‍તે સદ્દગુરૂદેવની પ્રતિમાની પુજનવિધિ કરવામાં આવશે. ત્‍યારબાદ પુજય સંતોના પ્રાસંગિક પ્રવચનો થશે. ૧૧-૪પ કલાકે મહાનુભાવો પ્રસંગોચિત વકતવ્‍ય આપશે ૧ર કલાકે ઉપસ્‍થિત તમામ જનતા-જનાર્દન, ભાવિક ભકતો, ધર્માનુરાગીજનો તેમજ મહાનુભાવો વગેરે સાથે મળીને ભોજન-પ્રસાદ ગ્રહણ કરશે.

આ મહોત્‍સવ દરમિયાન કયાંય પણ, કોઇ પ્રકારનો ફંડફાળો કરવામાં આવશે નહિ. આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ‘ગુરૂસાન્નિધ્‍ય' યુ-ટયુબ ચેનલ પર બતાવવામાં આવશે, જેનો ધર્મપ્રેમી જનતા પોતાના ઘરે પણ ટીવી.-મોબાઇલ વગેરેના માધ્‍યમથી લાભ લઇ શકશે.

આ પ્રસંગના અનુસંધાને રકતદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં તંદુરસ્‍ત, સશકત યુવા રકતદાતા ભાઇઓ-બહેનોને રકતદાન કરવા માટે પધારવા સહૃદય નિમંત્રણ પાઠવવામાં આવે છ.ે

આ ધર્મ, ભકિત અને સેવામય ત્રિવેણી સમાન પાંચમી નિર્વાણતિથિ મહોત્‍સવમાં સત્‍સંગ, સંતોની અમૃતવાણી અને ભોજન-પ્રસાદનો લાભગ લેવા પધારવા ‘સ્‍વામી શ્રી નિર્દષાનંદજી સત્‍સંગ મંડળ-સાવરકુંડલા ગામ સમસ્‍ત' નિમંત્રણ પાઠવ્‍યું છેવધુ વિગત માટે ૯૪ર૬ર ૧૯પ૧૦, ૮૩ર૦૭ પ૮૯૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:37 am IST)