Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગોંડલની જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ : માથાભારે કેદીઓના સીન વીખી નખાયા

ડીવાયએસપી, એસઓજી, એલસીબી તથા સીટી પોલીસ કાફલાના કડક ચેકીંગથી કેદીઓમાં ફફડાટ

તસ્‍વીરમાં ચેકીંગ સ્‍કવોડનો કાફલો નજરે પડે છે. (તસ્‍વીરઃ જીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. રપઃ છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓને લઇને ચર્ચામાં રહેલી ગોંડલની સબજેલમાં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતાને અનુલક્ષીને ડીવાયએસપી ઝાલા, એસઓજી પીઆઇ જાડેજા, એલસીબી પીઆઇ ઓડેદરા, સીટી પીઆઇ સાંગાડા ઇન્‍ચાર્જ જેલર ધમભા રાણા સહિતની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જેલમાં લુખ્‍ખી ચલાવતા કેટલાક માથાભારે કેદીઓના સીન વીખી નાખી સપાટો બોલાવતા કેદીઓમાં ફફડાટ મચી જવા પામ્‍યો હતો.

ગોંડલ  સબ જેલમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓએ ઉપાડો લીધો હોય જેલ કર્મચારીઓએ આ કેદીઓના ત્રાસની વિગતો સાથે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત પણ કરી હતી. જલ્‍સા જેલ તરીકે ઓળખાતી સબ જેલ હંમેશા કંઇને કંઇ ઘટનાને લઇને ચર્ચામાં રહેતી હોય સ્‍કોડ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરાયું હોય સબ જેલમાં સન્‍નાટો બોલી જવા પામ્‍યો હતો. જોકે ચેકિંગ દરમિયાન કોઇ પ્રતિબંધિત વસ્‍તુઓ હાથ લાગી નથી.

થોડા દિવસ પહેલા સ્‍કોડ દ્વારા પંદરથી સતર જેટલા બાહુબલી ગણાતા કેદીઓને ખાખીનો આકરો ડોઝ અપાયો હોય કહેવાતા બાહુબલી ઢીલાઢફ બની ગયા હતા.

(11:39 am IST)