Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અમદાવાદમાં ઇકો ગાડીના સાયલેન્‍સર ચોરતી ગેંગ ઝડપાઇઃ ૬પ ગુન્‍હાનો ભેદ ઉકેલાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., રપ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. જે. જાડેજાની, ટીમના પો. સબ. ઇ. જે. આર. બલાત પો. કો. પ્રદીપકુમાર હેમજીભાઇ તથા પો. કો. કૌશિકકુમાર કાંતીલાલ દ્વારા ઇકો ગાડીના સાયલેન્‍સર ચોરી કરતાં આરોપી આસીફ એન્‍ડ રૂપાલ ઐયુબભાઇ વોરા, રહે. ગામ રૂપાલ દાતારપીરની દરગાહ પાસે તા. બાવળા, જી. અમદાવાદ, ઉવેશમીયા એન્‍ડ ટકો અનવરમીયાં મલેક ઉ.વ.૧૯ રહે. ગામ જીલ્લા મલેક ફળીયુ તા. તારાપુરા, જી. આણંદ, સરફરાજ એન્‍ડ સફો બસીરભાઇ મલેક ઉ.વ.૩૧ રહે. ગામ નગરા મીરવાડો તા. ખંભાત જી. આણંદને સનાથલ બ્રીજ પરથી ઝડપી લીધેલ છે.

પોલીસે ઇકો કારના જુના જેવા ઉપયોગ થયેલ સાયલેન્‍સર નંગ-૧પ જે નંગની સરેરાશ કિ. રૂા. પ૦,૦૦૦ લેખે કુલ નંગ ૧પ સાયલેન્‍સરની કિ. રૂા. ૭પ૦૦૦૦ (ર) લોખંડના નાની મોટી સાઇઝના સળીયા નંગ-પ કિ. રૂા. ૧૦૦, (૩) કોસ નંગ-ર કિ. રૂા. ૧૦૦ (૪) સાયલેન્‍સર ખોલવા-ફીટ કરવા નાની મોટી સાઇઝના ટ્રેચર પાના નંગ-૪ કિ. રૂા. ૨૦૦૦ (પ) કોપરના જાળા સળીયા નંગ-ર કિ. રૂા. ર૦૦ (૬) હથોડી નંગ-૪ કિ. રૂા. ૮૦૦  (૭) પક્કડ તથા કટર મળી નંગ-૩ કિ. રૂા. ૩૦૦(૮) રીંગ પાના નં. ર કિ. રૂા. ૧૦૦ (૯) બલેનો કાર નંબર જીજે ર૩-સીબી-૬ર૭૬ કિ. રૂ). ૮,૦૦,૦૦૦ ગણી શકાય. ઉપરોકત આરોપીઓના કબ્‍જામાંથી કુલ કિ. રૂા. ૧પ,પ૩,૬૦૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ છે.

આ કામે ધરપકડ કરેલ આરોપીઓની તપાસમાં તેઓએ ફેબ્રુઆરી રર થી હાલ સુધીના સમયમાં અમદાવાદ શહેર સાબરમતી નદીથી પヘમિ વિસ્‍તારમાં જુદી જુદી જગ્‍યાએ રાત્રીના સુમારે કુલ ૧૪૩ જગ્‍યાએથી કુલ ૧૯ર ઇકો કાર સાયલેન્‍સર ચોરી કરેલાની હકીકત જણાવેલ છે. જે સંબંધે રેકર્ડ ખાત્રી કરતા કુલ ૬પ જેટલા ગુન્‍હા ડીટેકટ થાય છે.

આરોપી આસીફ રૂપાલ સ/ઓ ઐયુબભાઇ વોરા સને ર૦૧૬ થી ઢોર ચોરીના ગુન્‍હામાં તેમજ ઘરફોડ ચોરીના ગુન્‍હામાં અમદાવાદ શહેરના સોલા, સેટેલાઇટ તથા વષાાપુર પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ છે.

તેમજ સને ૨૦૨૦માં આણંદ જીલ્લાના ખંભાત પોલીસ સ્‍ટેશનમાં મારા મારીના ગુન્‍હામાં તેમજ વિદ્યાનગર, વિરસદ, બોરસદ, પેટલાદ, ભાદરણ, બોરસદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ઇકો કારના સાયલેન્‍સર ચોરીના કુલ મળી ૧૯ જેટલા ગુન્‍હામાં પકડાયેલ છે.

તેમજ સને ૨૦૨૧માં બોરસદ, આણંદ, વિદ્યાનગર, આણંદ, ચાંગોદર, બગોદરા અને કોઠ પોલીસ સ્‍ટેશનમાં ઇકો ગાડીના સાયલેન્‍સર ચોરીના ગુન્‍હાઓમાં પકડાયેલ છે. જે બદલ ઘણો સમય જેલમાં રહી આવેલ છે. તેમજ નવેમ્‍બર ર૦ર૧માં જેલમાંથી છુટેલ છે. બાદ પણ પોતે ગુન્‍હા કરવાનું ચાલુ રાખેલ છે.

સફરાજ સફો બસીરભાઇ બસીરભાઇ મલેકનો સને ર૦૧૭માં અમદાવાદ શહેર સેટેલાઇટ, વષાાપુર, એલીસબ્રીજ તથા ચાંગોદરા પોલીસ સ્‍ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્‍હામાં તેમજ સને ર૦૧૯માં વાસદ પોલીસ સ્‍ટેશન ખાતે બકરા ચોરીના ગુન્‍હામાં પકડાયેલ છે.

 આ કામગીરી પીએસઆઇ જે.આર.બલાત, ક્રાઇમ બ્રાન્‍ચ અમદાવાદ શહેર પીએસઆઇ બી.આર.ભાટી, એએસઆઇ જગદીશભાઇ અળવેશ્વરભાઇ એએસઆઇ ભગવાનભાઇ મસાભાઇ એએસઆઇ કિરીટસિંહ હરીસિંહ એચ.સી. હિતેશકુમાર જગજીવનભાઇ એચસી ધમેન્‍દ્રકુમાર  મંગાભાઇ એસસી પ્રદીપસિંહ મહિપાલસિંહ એચસી હરીશકુમાર રમણલાલ પીસી નરેશકુમાર લક્ષ્મણભાઇ પીસી કૌશીકકુમાર કાંતીભાઇ પીસી પ્રદીપકુમાર હેમજીભાઇ તમામ નોકરી : ક્રાઇમ બ્રાન્‍ચ, અમદાવાદ શહેરએ કરી છે.

(1:42 pm IST)