Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ર૦૧૭ની ચૂંટણીમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હર્ષદ રીબડીયા ર૩૧૦૧ મતથી જીત્‍યા'તા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.રપ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્‍યારે રાજકીય પક્ષો અને નેતાઓએ તેમના ઉમેદવારોના પ્રચાર-પ્રસાર માટે રાત-દિવસ એક કર્યા છે.

ત્‍યારે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આજે બપોરના જુનાગઢ જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરના ર.૩૦ કલાકે કેશોદ આવશે અને બાદમાં વિસાવદર ખાતે પહોંચશે.

વિસાવદરમાં ગૌશાળા મેદાન ખાતે બપોરના ત્રણ કલાકે યોજાયેલ જાહેરસભાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયેલા પૂર્વ ધારાસભ્‍ય હર્ષદ રીબડીયા લડી રહ્યાછે. તેઓ ર૦૧૭ ની ચૂંટણી વખતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ર૩૧૦૧ મતે જીત્‍યા હતા આ વખતની ચૂંટણીમાં વિસાવદરની બેઠક સર કરવા પાર્ટીમાં જોડાયેલા હર્ષદ રીબડીયાને ટિકીટ આપીને મેદાનમાં ઉતાર્યા છે.

રીબડીયાની સામે કોંગ્રેસમાંથી વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઇ વાડોદરીયા અને આમ આદમી પાર્ટીમાંથી ભેસાણના પૂર્વ સરપંચ ભુપતભાઇ ભાયાણી વગેરે વિસાવદરની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્‍યો છે અને આજે સી એમ ભુપેન્‍દ્ર પટેલ જાતે ભાજપના ઉમેદવારના પ્રચાર માટે વિસાવદર ખાતે આવી રહ્યા છ.ે

(1:47 pm IST)