Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં વધુ એક આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા :ગઈકાલે આઠ આરોપીના જામીન કોર્ટે કર્યા હતા નામંજૂર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા નવ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હોય જેમાં બુધવારે આઠ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને એક અરજી પેન્ડીંગ હોય જે જામીન અરજી પણ કોર્ટે ફગાવી દેતા તમામ નવ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે અને તમામ આરોપીઓએ હાલ જેલમાં જ રહેવું પડશે
ગત ૩૦ ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલ્સિંગ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા
જે તમામ નવ આરોપીઓએ વારાફરતી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં બુધવારે આઠ આરોપીની જામીન અરજી રીજેક્ટ કરવામાં આવી હતી અને આરોપી દેવાંગ પરમારની અરજી ગઈકાલે પેન્ડીંગ રાખવામાં આવી હતી જેનો આજે હુકમ કરાયો છે અને દેવાંગ નામના આરોપીની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દેતા તમામ નવ આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે

 

 

 
(6:28 pm IST)