Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોનો ચૂંટણી બહિષ્કાર : કલેકટરને આવેદન આપ્યું.

૨૦૨૦ની પેટા ચૂંટણી વખતે નેતાઓએ ખાતરી આપ્યા બાદ પ્રથમીક સુવિધા ન મળતા હવે ફરી આ ચૂંટણીના બેહિષ્કારનો નિર્ણય જાહેર કર્યો

મોરબીના છેવાડાના બોરીયા પાટી વાડી વિસ્તારના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બેહિષ્કાર કરવાના બેનેરો લગાવ્યા બાદ આજે ચૂંટણીનો બેહિષ્કાર કરવાની ચીમકી આપતું આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું. જેમાં ૨૦૨૦ની પેટા ચૂંટણી વખતે નેતાઓએ ખાતરી આપ્યા બાદ પ્રથમીક સુવિધા ન મળતા હવે ફરી આ ચૂંટણીના બેહિષ્કારનો નિર્ણય જાહેર કર્યો છે. આથી નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.
મોરબીના ચુટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમે મોરબીના વોર્ડ નં. ૧ર ના વિસ્તારના મતદારો મોરબી જીલ્લાના છેવાડાના વિસ્તાર, કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વાડી વિસ્તારમાં રહીએ છીએ. અમોની સતવારા સમાજની ટોટલ-૨૧ જેટલીઓ વાડી વિસ્તાર આવેલ આવેલો છે, જેમાં ટોટલ ૩૫૦૦ જેટલી વસ્તી આવેલ છે. જેમા ૨-બુથો આવેલ છે. જેમાં આશરે ૧૮૦૦ થી ૨૨૦૦ જેટલાં મતદારોનો સમાવેશ થાય છે. અમો ખેડૂતો તેમજ મજુર વર્ગના માણસો છીએ.અમો વર્ષોથી મતદાન કરતાં આવિયા છીએ. અમોને આશરે ૨૦ વર્ષથી મોરબી નગરપાલીકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમ છતાં મોરબી નગરપાલીકા ધ્વારા અમોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતો નથી અને અમોએ સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજુઆતો કરવા છતાં પણ અમોને પ્રથમિક સુધાઓ પણ અત્યાર સુધિમાં મળેલ નથી.

બોરીયાપાટીની તમામ વાડી વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાતુ હોય જેથી રસ્તા ઉપર કાદવ કિચડ થઇ જવાથી આ વિસ્તારમાં રહેતા લોકોની પરિવહન ( અવર- જવર) કરવામાં મુશ્કેલી પડતી હોય છે, જેથી પરીવહનની સુવિધા માટે સિમેન્ટ રોડ બનાવવા, બોરીયા પાટીની તમામ વાડી વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાતુ હોય જેથી રસ્તા ઉપર કાદવ-કિચડ થઇ જવાથી આ વિસ્તારમાં રહેતા લોકોને રોગચાળાનો ભય રહેલ છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને વરસાદના પાણીના નિકાલ માટે ભુગર્ભગટરની સુવિધા, તમામ વિસ્તારમાં નગરપાલીકા તરફ થી આવેલ જી.યુ.ડી.સી.ની પાણી ની લાઈન દ્વારા પીવાના પાણીની સુવિધા આપવા, પી.જી.વી.સી. એલ કચેરી દ્વારા ખેતીની જમીનમાં રહેણાંક વિસ્તાર માટે સિંગલ ફેજ વિજ કનેક્શન તેમજ ગ્રહ ઉધોગમાટે (કોમર્શીયલ થ્રી ફેજ વિજક્શન તથા તેમના વિસ્તારમાં વિજ પુરવઠો તથા નવા વિજ કનેક્શનો આપવામાં પડતી તમામ પ્રકારની, મુશ્કેલીઓ નિવારવાની માંગ કરી હતી.
વધુમાં રાહદારી રસ્તે આવતાં તમામ વિજપોલ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોઇ, તે નવી નાંખી આપવા, આ વિસ્તારમાં સરકારી કચેરી કે ખાનગી કચેરી દ્વારા અમાર રહેણાંક સુધી પોસ્ટ કાર્ડ/ ટપાલ મળતી નથી. અને અમોને વારંવાર પોસ્ટ માં જરુરી ડોક્યુમેન્ટ કાર્ડ આવતા હોય જે ન મળવાથી હેરાનગતી રહે છે. જેથી પોસ્ટ ઓફીસની સુવિધા સુવ્યવસ્થીત કરી આપવા, આ વિસ્તાર સરકારી હોસ્પીટલથી ૫-૮ કિલોમિટર દુર હોવાથી તથા અમારા વિસ્તારમાં ટોટલ -૩૫૦૦ જેટલી વસ્તી રહે છે, અને વારંવાર નાની મોટી બિમારીમાં અમારે સરકારી હોસ્પીટલ જવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ આ વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી. જેથી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા, બોરીયાપાટી પ્રાથમિક શાળા અને તેજાણી મેધાણી વાડીની પ્રાથમિક શાળા છે જેમાં ચોમાસાની સિજનમાં વરસાદ થવાથી શાળામાં પાણી ભારાતુ હોવાથી શાળા માં કાદવ-કિચડ રહે છે, જેથી શાળામાં આવતા વિધ્યાર્થીને આવવા જવામાં મુશ્કેલી પડતિ હોય છે. અને રોગચાળાનો પણ ભય રહેલ છે. જેથી શાળાના પરીસરમાં (ગ્રાઉન્ડમાં) પેવર બ્લોક તેમજ કન્યા વિધ્યાર્થીનીઓ માટે શૌચાલયની સુવિધા તથા શાળાનુ બિલ્ડીંગ નુ પણ સમારકામ કરી આપવા, બાબતે અમારા વિસ્તાર માં ૨૦૦૨ વિધાનસભાની પેટા ચુટણીમાં ચૂંટણીનો બહિષ્કારની ચીમકી આપતા મોટા મોટા નેતાઓએ આવીને આ તમામ પ્રાથમિક સુવિધા આપવાના વાયદા કર્યા હતા પણ આ વાયદા હજુ પુરા થયા નથી. આથી આ વિસ્તારમા જીવન જરુરીયાતની પ્રાથમિક સુવિધાઓની વારંવાર રજુઆત કરવા છતા પ્રાથમિક સુવિધાઓ ન મળતા આગામી વિધાનસભાની ૨૦૨૨ની ચુટણીનો બેહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

(6:31 pm IST)