Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

બાબરા તાલુકાના મોટા દેવળીયા,ચમારડી,ઘૂઘરાળા અને ચરખામાં બેરોજગારી,મોંઘવારી મુદ્દે રાજ્ય સરકારને આડેહાથ લેતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

બાબરા તાલુકામાં જાહેરસભા ગજવતા લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય

લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નો બાબરા તાલુકામાં ચૂંટણી પ્રચાર વેગવંતો જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત જન સભામાં મોટી સંખ્યામાં લોકો ની ભીડ જોવા મળી રહી છે સમી સાંજે અને રાત્રી સમયમાં સ્વંયભુ લોકો જુવાળ ઉભો થઇ રહ્યો છે

  બાબરા તાલુકામાં મોટાદેવળીયા,ચમારડી,ચરખા,ઘૂઘરાળા,અને ચરખામાં લોકો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહીં ગામના ચોકમાં આયોજિત જન સભાને સંબોધતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં કારમી મોંઘવારીના કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે તેમજ યુવાનો બેરોજગાર બન્યા છે ખેતી મોંઘી થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખર્ચામાં વધારો કરી દેતા ખેડૂતોને ખેતી કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે.

 ત્યારે આગામી દિવસોમાં રાજ્યની જનતા કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ આપી સરકાર બનાવશે અને ભાજપના ક્રૂર શાસન ને જાકરો આપશે તે ચોક્કસ છે.તેમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું 

(7:40 pm IST)