Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબી તાલુકામાં લાલપર ગામે સિરામિકની ફેક્ટરીમાં માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ જતા બાળકનું મોત

કમાન્ડર સીરામીકની મજુર ઓરડીમાં રહેતા ૧૦ વર્ષીય રવિત નંદલાલ કોલનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકામાં લાલપર ગામે સિરામિકની ફેક્ટરીમાં માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ જતા બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ યુ.પી.નો વતની અને હાલ કમાન્ડર સીરામીકની મજુર ઓરડીમાં રહેતા ૧૦ વર્ષીય રવિત નંદલાલ કોલ લાલપર ખાતે આવેલા કમાન્ડર સીરામીકમા માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ ગયો હતો. જેને પગલે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:13 pm IST)