Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા પોલીસ ઓબ્સર્વરની નિમણુંક.

સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ઓબ્સર્વરનો ધ ફર્ન હોટલ ખાતે રૂબરૂ સંપર્ક થઈ શકશે.

મોરબી :  આગામી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ માટે મોરબી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકો પર પોલીસ ઓબ્ઝર્વર  (Police Observer ) તરીકે કે.એજીલઅરેશન.IPS (Mr. K. EjilearassaneIPS)ની નિમણૂંક કરવામાં આવી છે.

જેઓનો સંપર્ક મોબાઈલ નંબર: ૯૬૩૮૮ ૫૦૦૮૩, લેન્ડલાઈન નંબર: ૦૨૮૨૨-૨૯૯૩૧૩ પર તથા રૂબરૂ ધ ફર્ન હોટલ, રૂમ નંબર ૩૩૧, ખાતે સવારના કલાક ૧૦:૦૦ થી કલાક ૧૨:૦૦ સુધી થઇ શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.

(11:14 pm IST)