Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબી: ડો.મનીષ સનારિયા પાસેથી જાણો સ્વાઈન ફ્લૂની રસી અંગેની તલસ્પર્શી માહિતી.

મોરબી :એચવન એનવન વાઇરસ એટલે સ્વાઈન ફ્લૂ. ભેજ અને ઠંડાં વાતાવરણને કારણે સ્વાઈન ફ્લૂ સક્રિય થવાની સંભાવના છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે. અને તેનાથી બચવા દ્વારા ખાસ રસી મુકવામાં આવે છે. સામાન્ય રીતે સમાજમાં એવી માન્યતા છે કે રસીઓ તો ફક્ત બાળકોને જ મૂકવામાં આવે છે, પરંતુ પુખ્ત વયના વ્યક્તિઓમાં પણ રસી મૂકવાથી ઘણા બધા રોગો થતા અટકાવી શકાય છે. આ જ રીતે ફ્લૂની રસી મૂકવાથી ફ્લૂને અટકાવી શકાય છે અથવા તો તેનાથી થતી ગંભીર બીમારી દૂર કરી શકાય છે.ત્યારે મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર મનીષ સનારીયાએ પાસેથી જાણો સ્વાઈન ફ્લૂની રસી અંગેની તલસ્પર્શી માહિતી

સ્વાઈન ફ્લૂની રસી વિષે અગત્યની માહિતીઓ
૧) સ્વાઈન ફલૂની રસી એટલે શું ?
બાળકોની અન્ય રોગોની રસીમાં જેમ રસી રોગ સામે રક્ષણ આપે છે, તેમ આ રસી પણ સ્વાઇન ફલૂ ઉપરાંત બીજા બે ફલૂ (ઇન્ફલુએન્ઝા A અને B) એમ કુલ ત્રણ ફલૂ સામે રક્ષણ આપે છે.
ર) શા માટે રસીકરણ ?
આ રસી આપવાથી સ્વાઇન ફલૂ સામે 60-70% રક્ષણ મળે છે. જે બહુ સારી અસરકારતા કહી શકાય. જેનાથી બાળકોને તથા આપણને ફલૂનો ચેપ લાગવાની તથા ચેપ લાગવાથી વધુ ગંભીર રોગ થવાની શકયતા ઘણી ઓછી થઇ જાય છે.
3) રસી કોને આપી શકાય ?
આ રસી બધાં જ લોકો લઇ શકે, પણ જે ઉંમરમાં કે લોકોમાં ફલૂનો ચેપ લાગવાથી વધારે ગંભીર રોગ થવાની શકયતા હોય તે લોકોમાં રસી આપવી વધારે હિતાવહ છે.જેમ કે,
– ૬ થી ૮ વર્ષથી નાના બાળકો ૫૦ થી ૬૦ વર્ષથી મોટા વડીલો
– ફેફસા, હૃદય, કીડની, લીવર, લોહીના રોગ કે અન્ય મોટી બીમારી ધરાવતાં લોકો / બાળકો
– ડાયાબીટીસ, બીપી (હાઇપરટેન્સન) કે અન્ય લાંબી બીમારી ધરાવતાં લોકો ! બાળકો
– પ્રેગનન્સી દરમિયાન માતાને – હોસ્પિટલ કે લેબોરેટરીમાં કામ કરતા લોકો
૪)કેટલાં ડોઝ આપવા જોઈએ ?
ફલૂનો વાઇરસ દર વર્ષે વાતાવરણમાં બદલાઇ છે. તેથી દર વર્ષે નવી રસીનો એક ડોઝ આપવો જોઇએ. ૯ વર્ષ થી નીચેનાં બાળકોમાં પહેલી વખત રસી આપતાં હોય ત્યારે, બે ડોઝ આપવામાં આવે છે અને પછીથી દર વર્ષે એક ડોઝ આપવામાં આવે છે. ૯ વર્ષથી ઉપરનાં બાળકો તથા વડીલોને દર વર્ષે એક ડોઝ આપવામાં આવે છે.
૫) રસી કયારે આપવી ?
સામાન્ય રીતે, આખા વર્ષ દરમિયાન ગમે તે સમયે આ રસી અપાવી શકાય. પરંતુ સ્વાઇન ફલૂ ચોમાસા અને શિયાળામાં વધારે થતો હોવાથી ચોમાસાની શરૂઆત પહેલાં, જૂન અથવા જુલાઇ મહિનામાં, રસી આપવી વધારે હિતાવત છે.
૬)રસી ની કોઈ આડ-અસર હોય છે ?
બધી રસીની જેમ આ રસીની પણ કોઇ મોટી આડ-અસર હોતી નથી. સામાન્ય આડ-અસર જેવી કે તાવ આવવો, સામાન્ય દુખાવો થવો વગેરે થઇ શકે. રસીની એલર્જી વાળા વ્યકિતએ/બાળકે, રસી લેવી હિતાવહ નથી

 

(11:16 pm IST)