Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર ચૂંટણી કાર્ય માટે 4200નો સ્ટાફ ફાળવાયો.

કુલ 902 બુથ પર કુલ 817761 મતદારો મતદાન કરશે, પડશે. મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ચૂંટણી તંત્ર ચૂંટણીની કાર્યવાહી માટે સજ્જ બન્યું છે. તેથી જિલ્લાની ત્રણેય બેઠકોમાં પોલીગ સહિત કુલ 4200નો સ્ટાફ ફાળવાયો છે.કુલ 902 બુથ પર કુલ 817761 મતદારો મતદાન કરશે અને જિલ્લા ત્રણેય બેઠક માટે 8 ડિસેમ્બરે મોરબી ઘુંટુ રોડ સરકારી પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી થશે.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપે એડીચોટીનું જોર લગાવી દીધું છે અને જબરજસ્ત પ્રચાર યુદ્ધ ચાલી થયું છે. ત્યારે ચૂંટણી કામગીરી માટે ચૂંટણી તંત્ર સજ્જની જિલ્લાની ત્રણ બેઠકોમાં 1 ડિસેમ્બરે યોજનાર મતદાનની કામગીરી માટે કુલ 902 બેઠકો પર પોલીગ સહિત 4200નો સ્ટાફ મુકાશે.મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીચિત્ર સ્પષ્ટ બન્યું હોય એક ઇવીએમમાં બેલેટ યુનિટમાં 16 ઉમેદવારોના નામ જ રહી શકતા હોય મોરબી માળીયા બેઠકમાં 17 ઉમેદવાર હોવાથી બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે.મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
જ્યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના મતદારોની ફાયનલ જાહેર કરેલી મતદાર યાદીમાં 426 મતદારો વધ્યા છેઃ જેમાં અગાઉ જાહેર થયેલી યાદીમાં 817335 મતદારો જાહેર કરાયા હતા હવે નવી પુરવણી યાદી મુજબ મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કુલ 817761 મતદારો મતદાન કરશે જેમાં 422277 પુરુષ અને 395480 સ્ત્રી મતદારો મતદાન કરશે. જેમાં મોરબી-માળીયા બેઠકમાં પુરુષ 148780, સ્ત્રી 138057 અને અન્ય 3 મળી કુલ 286840 મતદારો નોંધ્યા છે , જયારે 66 ટંકારા – પડધરી બેઠકમાં પુરુષ 128180, સ્ત્રી 121328 મળી કુલ 248508 મતદારો નોંધાયા છે તેમજ 67 વાંકાનેર – કુવાડવા બેઠક પર પુરુષ 145317, સ્ત્રી 136095 અને અન્ય 1 મળી 281413 મતદારો નોંધ્યા છે આજ મોરબી જિલ્લાની 3 બેઠકોમાં પુરુષ 422277, સ્ત્રી 395480 અને અન્ય 4 મળી 817761 મતદારો મતદાન કરશે.

(11:19 pm IST)