Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પાટડી સુરજમલજી હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

જિલ્લા કલેકટર કે.સી. સંપટ રાષ્ટ્રધ્વજને સલામી આપશે

 સુરેન્‍દ્રનગર:પાટડી સુરજમલજી હાઇસ્કૂલ ખાતે ૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તા.૨૬મી જાન્યુઆરીના રોજ સવારે ૯.૦૦ કલાકે કરવામાં આવશે.

 આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી.સંપટ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. ધ્વજવંદન બાદ કલેકટર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાશે

 કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓ/ વિભાગો દ્વારા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ /સંસ્થાઓનું બહુમાન કરાશે. કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવો વિવિધ વિભાગોના પ્રદર્શનનું નિરીક્ષણ પણ કરશે. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.

(12:50 am IST)