Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

કચ્‍છમાં આવેલા ભૂકંપને આજે ભૂકંપને રર વર્ષ પૂર્ણઃ કચ્છના લોકો તે દિવસને નથી ભૂલી શક્યાઃ ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મનના માનવીનું કાળજું કંપી ઉઠે

કચ્છ: 2001 એક એવું સાલ હતું કે જેણે કચ્છની દિશા અને દશા હંમેશ માટે બદલાવી હતી. જ્યારે સમગ્ર દેશ નવી સદીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે જ કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. લોકોના ઘર, દફતર, સરકારી ઈમારતો ધરાશાયી થયા હતા અને થોડી જ ક્ષણોમાં લાખો લોકો બેઘર થયા હતા. ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે.

સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા.

કોઈ પોતાના હાથમાં પરિવારજનોના મૃતદેહ લઈને સ્મશાને પહોંચી રહ્યા હતા તો જેમણે એકથી વધારે પરિવારજનોને ખોયા હતા તેઓ હાથગાડીમાં મૃતદેહો સ્મશાને પહોંચી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી તો કબ્રસ્તાનોની જમીન ટુંકી પડી રહી હતી.

આજે ભૂકંપને 22 વર્ષ વીત્યા બાદ પણ કચ્છના લોકો તે દિવસને નથી ભૂલી શક્યા. ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મનના માનવીનું કાળજું કંપી ઉઠે છે, જેમ ગ્રીક પૌરાણિક કથા મુજબ ફિનિક્સ પક્ષી પુનઃ જીવિત થાય તેમ કચ્છ માટી અને સિમેન્ટના કાટમાળમાં આજે ઉભુ થઈ વિશ્વ ફલક પર પહોંચ્યું છે.

(1:13 pm IST)