Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાની ઉપસ્થિતિમાં 74માં પ્રજાસતાક દિવસની ઉજવણી

ખંભાળીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનનો શો આકર્ષક રહ્યો હતો

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 74માં  પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કાર્યક્ષેત્રમાં ઉમદા યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપર્વની ઉજવણી નિમિત્તે ખંભાળીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનનો શો આકર્ષક રહ્યો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલી નવસર્જન એકેડમી શાળા ખાતે જૂની ચલણી નોટોનું અનોખું એક્ઝિબિશન યોજાયું હતું આ એક્ઝિબિશનમાં ત્રીજી સદીથી અત્યાર સુધીની ચલણી નોટો અને સિક્કાઓ રાખવામાં આવ્યા હતા અને દેશ વિદેશમાં ચાલતી કરન્સી તેમજ રાજાશાહી સમયની ચાલતી ચલણી નોટો વિશે પણ શાળાના બાળકો તેમજ વાલીઓને માહિતગાર કર્યા હતા. આ એક્ઝિબિશનમાં શાળાના સંચાલકો દ્વારા અન્ય પાંચ શાળાના બાળકોને પણ અહીં ચલણી નોટ અને સિક્કાઓ વિશે માહિતી આપી હતી અને રાજાશાહી સમયની ચલણી નોટ તેમજ દેશ વિદેશમાં ઉપયોગમાં આવતી કરન્સી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે એક સમયે લુપ્ત થયેલી અને દેશ વિદેશમાં ઉપયોગમાં આવતી નવી તેમજ જૂની કરન્સીઓના આ એક્ઝિબિશન નિહાળીને બાળકો પણ ખુશ થયા હતા.

પ્રદર્શનનું આયોજન કરનારા આયોજકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારના પુરાતન સિક્કા અને નોટો જોઇને બાળકોમાં  તેમજ વિદ્યાર્થીઓમાં વધારે ઉત્સાહ જોવા મલ્યો હતો. તેઓએ વિવિધ સિક્કા અંગે જાણવામાં રસ દાખવ્યો હતો. સાથે જ જે લોકોને  જૂનું ચલણી નોટો અને સિક્કા સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે, તેવા લોકો પણ આ  પ્રદર્શન  જોવા માટે આવ્યા હતા.

13માં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે  25 જાન્યુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ‘Nothing like voting, I vote for sure”(મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ) થીમ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, સેક્ટર ઓફિસર, બી.એલ.ઓ. વિગેરેએ મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)