Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

જુનાગઢના માખીયાળામાં ૪૬પપ કિલો જીરૂની ચોરી કરનારા પ ઝડપાયા

૧ર.૪૧ લાખના જીરૂ સાથે ઝડપાયેલ શખ્સોની પુછપરછ : ભેદ ઉકેલતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ, તા., ૨૭:  જુનાગઢ જીલ્લાના માખીયાળામાં અજીજભાઇ સોરઠીયા (મેમણ)ના કારખાનામાંથી ૪૬પપ કિલો રૂ. ૧પ,૮ર,૭૦૦ના જીરૂની ચોરી કરનારા પાંચ શખ્સોને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે.

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિજય મુકેશભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ.ર૦ રહે. જુનાગઢ દાસરામ સોસાયટી આંગણવાડી પાસે અરવિંદ છગનભાઇના મકાનમાં હાલ જેતપુર જુના પુલ પાસે ખાનદાન નગર પ્રવિણભાઇ મનજીભાઇ બીજલભાઇ સોલંકી ઉ.વ.૪પ રહે. ઓઘડનગર બેઠાપુલ પાસે ગટરના કાંઠે જુનાગઢ  વિજય સુભાષભાઇ બચુભાઇ ચીખલીયા ઉ.વ.ર૦ રહે. હાલ ભેîસાણ, પંચાયત પાસે , મુળ ઓઘડનગર આર.કે.રેસીડેન્સ સામેની પહેલી ગલીમાં જુનાગઢ, રાહુલ મુકેશભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ.ર૩ રહે. મુળ ગામ માળીયા (હાટીના) ચુનારા વાસ હાલ જેતપુર ભાદરના સામા કાંઠે ચામુંડા ચોક જી. રાજકોટ, લાખાભાઇ ઉર્ફે લખન સ/ ઓ કાંતીભાઇ બચુભાઇ ચીખલીયા ઉ.વ.ર૩ રહે. જુનાગઢ ઓઘડનગર આર.કે.રેસીડેન્સીની સામે પહેલી ગલી દલીત સમાજ પાસે ને ઝડપી લઇને જીરૂ ભરેલ બાચકા નંગ-૮૯ જેમાં જીરૂ કિલો ૩ર૮૯ કિ. રૂ. ૧૧,૧૮,ર૬૦  રોકડા રૂ. ૯૧,૦૦૦ મો.ફોન પ-કિ. ૩ર,૦૦૦ રૂ. સહીત કુલ કિ. રૂ. ૧ર,૪૧ર૬૦ મુદામાલ જ કર્યો છે. 

આ શખ્સોઅ ે જણાવેલ કે આશરે પચ્ચીસેક દિવસ પહેલા માખીયાળા રોડ ઉપર આવેલ ઍક કારખાને લોખંડના ભંગારની ચોરી કરવા ગયેલ હતા. જે કારખાનેથી લોખંડના ભંગારની ચોરી કરેલ તેની બાજુમાં કારખાનામાં જીરાની બોરીઓ પડેલ હોય. જેથી તેના ચોરી કરેલ અને તે બાદ વીશેક દિવસના અંતરમાં અલગ અલગ તારીખે રાત્રીના સમયે આ કારખાનામાંથી બધાઍ સાથે મળી આઠેક વખત જીરાની બોરીઓની ચોરી કરેલ છે. જે જીરાના આંચકા વેચી નાખેલ હોવાનું જણાવેલ હતું.

આ કામગીરી  જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને ના.પોલીસ અધિકારી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.ઍચ.સિંધવ પો.સ.ઇ. જે.જે.ગઢવી, વા.પો.સ.ઇ. શ્રી ડી.ઍમ.જલુ તાલુકા પો.      સ્ટે.ના પો.સ.ઇ. ઍસ.ઍ.ગઢવી  નેત્રમ શાખાના પો.સ.ઇ. પી.ઍચ.મશરૂ ક્રાઇમ બ્રાન્ચના ઍ.ઍસ.આઇ. વિજયભાઇ બડવા, વિક્રમભાઇ  ચાવડા, નિકુલ ઍમ.પટેલ તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, જયદીપસિંહ કનેરીયા, પ્રકાશભાઇ ડાભી, જીતેષ ઍચ.મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. સાહીલ સમા, દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભી, મયુરભાઇ કોડીયાતર, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, મુકેશભાઇ કોડીયાતર, જગદીશભાઇ ભાટુ, વરજાંગભાઇ બોરીચા,  વનરાજભાઇ ચાવડા તથા તાલુકા પો.સ્ટે.ના પો.કોન્સ. ગોવિંદભાઇ પરમાર, રાજુભાઇ કટારા તથા પ્રવિણભાઇ મોરી વિગેરે પોલીસ સ્ટાફઍ કરેલ છે.

(5:26 pm IST)