Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

૭૪ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાનાં ૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી બદલ બહુમાન કરાયું

જિલ્લા માહિતી કચેરીના ૨ કર્મચારીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરાયુ

સુરેન્‍દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરજમલજી હાઇસ્કુલ - પાટડી ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે જિલ્લાનાં ૬૦ થી વધુ અધિકારી-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી આ ૬૦ થી વધુ કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

     જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવતા આ જ પ્રમાણે સારી કામગીરી કરતા રહેવા અને અન્યોને માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું હતું. 

સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત સારી કામગીરી બદલ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીનાં કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા

          આ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત ઉત્તમ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર શ્રી શક્તિ મુંધવા, માહિતી મદદનીશ શ્રી અરૂણા ડાવરાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

(5:45 pm IST)