Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી વખત ભીષણ આગ :દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

ફરી આગ લાગતા ત્રણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં આગ લાગી છે. આ જંગલમાં આગ લાગવાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જંગલમાં અગાઉ પણ આગ ભભુકી હતી. ફરી આગ લાગતા ત્રણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની ટીમે કલાકો સુધી આગ પર કાબુ કરવા પ્રયાસ કર્યો હતો.

     અગાઉ 15 ડિસેમ્બરે પણ જંગલમાં ભીષણ આગ લાગી હતી. પોરબંદરનાં જંગલ વિસ્તારના ખાગેશ્રી ગામ પાસ ફોરેસ્ટ એરિયામાં આગ લાગી છે. મોડી રાતે બે વાગે જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરીનો માહોલ છવાયો છે. આગ પર કાબુ મેળવવા પોરબંદર ફાયર બ્રિગેડ તેમજ ઉપલેટા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં મોડી રાતથી પોરબંદરની ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેતથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી

(10:24 pm IST)