Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મોરબીના લીલાપર રોડ પર સાઇકલ પરથી પડી જતાં બાળકનું મોત : પરિવારમાં કરુંણ કલ્પાંત

મોરબીમાં સાઇકલ પરથી પડી જતાં બાળકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હોય જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જેને પગલે પરિવારમાં પરિવારમાં કરુંણ કલ્પાંત સર્જાયો હતો. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ કચ્છનો વતની ૧૪ માસનો ધવલ બાબુભાઇ ભરવાડ ગત તારીખ ૩૦ના રોજ  મોરબી લીલાપર રોડ  યદુનંદન ગૌશાળા મચ્છુ નદી પાસે સાયકલ પરથી પડી ગયો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી પ્રથમ તેમને ખાનગી  ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન  તા.૦૨ના રોજ મોત નીપજયું હતું. આ અંગેની જાણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:52 pm IST)