Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

મોરબીમાં સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતા પુજન કાર્યક્રમ

સૌ પ્રથમ આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન બોલવામાં આવ્યું:કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટી ના ભાઈઓ બહેનો અને બાળકો એ ભાગ લીધો

મોરબી : 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી વિવિધ શાળા ,સંસ્થા અને અનેક સોસાયટી તેમજ જાહેર સંસ્થામાં થતી હોઈ છે . આ ઉજવણીના ભાગરૂપે સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં  ભારત માતા પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ  આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન બોલવામાં આવ્યું. આ કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં સોસાયટી ના ભાઈઓ બહેનો અને બાળકો એ ભાગ લીધો હતો હાજર તમામ વ્યક્તિઓએ ભરતમાતાનું પૂજન કર્યું.ઉપસ્થિત વક્તા મિલનભાઈ પૈડાંએ આ પૂજનનું મહત્વ સમજાવતી રાષ્ટ્રની ઉત્કૃષ્ટ વાતો કરી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ ભરતભાઇ તેમજ સોસાયટીના રહેવાસી કિશોરભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ ભારત માતા પૂજન સમિતિના સભ્યો  હિતેશભાઈ, સોહિલભાઈ  ,બાબુભાઈ , સંદીપભાઈ અને  કિશનભાઈ તેમજ દરેક એપાર્ટમેન્ટના પ્રમુખ સભ્યોએ જહેમત  ઊપાડી હતી.

(12:12 am IST)