Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સુત્રાપાડામાં સીડી પરથી પડી જતાં ડાયાભાઇ વાજાનું મોત

પ્રોૈઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: સુત્રાપાડામાં રહેતાં ડાયાભાઇ કચરાભાઇ વાજા (ઉ.વ.૫૫) ઘરે સીડી પરથી લપસી પડતાં માથામાંઇજા થતાં મોત નિપજ્યું હતું.

વેરાવળના સુત્રાપાડા ખાતે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ડાયાભાઇ ગત સાંજે આઠેક વાગ્યે ઘરે સીડી પરથી પડી જતાં ઇજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કર્યા હતાં. મૃતકને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. તેઓ ચાર ભાઇમાં નાના હતાં.

(11:28 am IST)