Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગોંડલનાં ગુંદાસરામાં ૨ સંતાનના પિતાને કારખાનામાં જ પ્રેમસંબધ બંધાયો'તો

ગોંડલ,તા. ૨૬: મૂળ ઉત્ત્।રપ્રદેશના અને હાલ શાપર વેરાવળમાં ચાર ભુજા કંપનીમાં રહી મંજૂરીકામ કરતો ઉજ્જનસિંગ જ્ઞાનેન્દ્રસિંગ ગૌતમ ( ઉ.વ ૨૬)ની પત્ની જયોતિકા ગત તા. ૨૦ ના રોજ વિરમગામેં મિત્રના લગ્ન પ્રસંગમાં ગઈ હતી.જે અરસામાં તેનો પતિ ઉજજનસિંગ રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ ગોંડલના ગુંદાસર ગામે મૂળ મધ્યપ્રદેશની પ્રેમિકા અંજુબેનને મળવા ગયા હતો. રાત્રીના ૧૧:૦૦ વાગ્યે પ્રેમીકા અંજુના ભાઈને જાણ થતાં ટોર્ચ ચાલુ કરી બહેનના પ્રેમી ઉજ્જન પાછળ ગળગળતી દોટ મૂકી હતી. અંધારામાં અવાજ સાંભળી શાપરનો પ્રેમી ઉજ્જનસિંગ વંડી ટપી ખેતરના ખુલ્લા માર્ગે ભાગતા ભાગતા અંધારામાં પાળી વગરનો કૂવોમાં ખાબકયો હતો મધ્યરાત્રીએ કોઈ મદદ નહિ મળતા પાણીમાં ગરક થઈ જવાથી યુવકનું મોત નીપજયું હતું.

બનાવ અંગે શ્રમિક પરિવારે શાપર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવી યુવકની શોધખોળ હાથ ધરી હતી.ચાર દિવસ બાદ પૂર્વ પ્રેમિકાને મળવા ગયો હોવાની આશકાએ પરિવારજનોએ તપાસ કરતા ગોંડલના ગુંદાસરા ગામે કુવા પાસેથી બાઈક મળી આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન કૂવામાં યુવકનો મૃતદેહ તરતો દેખાતા શાપર પોલીસને જાણ કરી હતી.પી.એસ.આઈ મોહિત સિંધવની ટીમે દ્યટના સ્થળે દોડી જઇ ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢી પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ઉજ્જન બે સંતાનનો પિતા હતો અને ૨૦૧૫ માં જયોતિકા સાથે લગ્નના તાંતણે બધાયો હતો. ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં શાપરનો યુવાન બે સંતાનનો પિતા હોવા છતાં તેની પ્રેમિકા અંજુને મળવા જતો હતો. અગાઉ અંજુ ચાર ભુજા કંપનીમાં કામ કરતી હતી.કારખાનામાં જ બન્ને વચ્ચે પ્રેમસબંધ બધાયો હતો.જો કે પરિવારજનોને જાણ થઈ જતા અંજુને ધાક ધમકી આપી ગુંદસરા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરવા મોકલી દીધી હતી. આમ છતાં બંને વચ્ચે પ્રેમ સબંધ યથાવત રહેતા કરુણ અંજામ આવ્યો હતો.

(11:39 am IST)
  • સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પગાર નહી લેઃ લોકહિતમાં મહત્વની જાહેરાત access_time 4:24 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST

  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST