Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મારા મૃત્યુનું કારણ આ નિર્દયી સરકાર અને બેફામ ભાવ વધારો છેઃ જામનગરમાં બાઇક અને ગેસ સીલીન્ડરનો આપઘાતઃ ભાવવધારાનો નવતર વિરોધ

જામનગરઃ જામનગરમાં  મોંઘવારીનો નવતર વિરોધ કરવામાં આવ્યો હતો અને ગેસના સીલીન્ડર તથા બાઇકે આત્મહત્યા કરી લીધી હોય તેવું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  હું ગેસનું સીલીન્ડર-ગાડી અને મારો સાથી પેટ્રોલ હવેથી સામાન્ય માણસનો સાથ નહી આપી શકીએ... મારા મૃત્યુનું કારણ આ નિર્દયી સરકાર અને બેફામ ભાવ વધારો છેઃ જામનગરમાં ગેસ સીલીન્ડર અને બાઇકની આત્મહત્યા : કોંગ્રેસ દ્વારા ગેસ સીલીન્ડર અને તેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં નવતર કાર્યક્રમ યોજીતે સામાજીક કાર્યકર અને સ્થાનીકોએ અનોખો વિરોધ કર્યો હતો. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(3:06 pm IST)