Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

દ્વારકા ખાતે તા.૧લી જુનના આરટીઓ કેમ્‍પ યોજાશે સર્કિટ હાઉસ પાછળનું મેદાન ખાતે કેમ્‍પનું આયોજન

 

 દેવભૂમિ દ્વારકા:સહા,પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી,ખંભાલીયાના  મોટર વાહન નિરક્ષકના દર માસે તાલુકા મથકે કેમ્‍પો  રાખવામાં આવતા હોય છે. આગામી તા. ૦૧/૦૬/૨૦૨૨ના રોજ સર્કિટ હાઉસ પાછળનું મેદાન, દ્ધારકા ખાતે કેમ્‍પ યોજાશે. આ સમયગાળા દરમ્‍યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચુંટણીને લગત કામગીરી આવશે તો આ કેમ્‍પ રદ કરવામાં આવશે તેમ એ.આર.ટી.ઓ.દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.      

(10:17 pm IST)