Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સણોસરામાં જાહેર જુગાર રમતા ૫ પકડાયા

 ચોટીલા : ચોમાસાની ભીમ અગિયારસ પહેલા ચોટીલાના ગ્રામ્‍ય પંથકમાં જુગારીઓની જામતી મોસમ પર પોલીસ ની પણ ચૌકની બનેલ છે. સણોસરા ગામે જાહેરમાં રમતા જુગાર પર દરોડો પાડતા  ૨૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે પાચ શખસોને પકડી પાડેલ છે.  જીલ્લા પોલીસ વડા ની સુચના થી ચાર દિવસ ની ખાસ પ્રોહી જુગારની ડ્રાઇવ દરમ્‍યાન બુધવારના પીઆઇ  આઇ.બી.વલવી પોલીસ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમા  ત્‍યારે સણોસરા ગામમાં જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. તે હકિકતના આધારે એમ.આર. રાજપરા, એમ.એસ. રાજપરા, વી.એચ. ખટાણા, નરેશભાઇ વિભાભાઇ, જયસુખભાઇ, સહિતનાએ રેઇડ કરતા જાહેરમાં ગે. કા . તીન પતીનો જુગાર રમતા મહિદડના બાબુભાઇ સુરાભાઇ કુમારખાણીયા, સણોસરાના અનિલભાઇ અમરશીભાઇ રંગપરા, શૈલેષભાઇ સુરેશભાઇ રંગપરા, ગોરધનભાઇ કુકાભાઇ રંગપરા, ભીમોરાના જયંતિભાઇ ભીખાભાઇ શીયાળ ને રૂ. ૧૫.૧૦૦ અને મોબાઇલ નંગ ૪ મળી ને કુલ રૂ. ૨૩,૧૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‍યા હતા. (તસ્‍વીરઃ હેમલ શાહ)

(12:00 pm IST)