Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જામકંડોરણામાં નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ

રાજકોટ, તા. ર૬:  જામકંડોરણામાં નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણા નજીક ખજુરડા રોડ પગલીયા પીરની દરગાહ પાસે કોઇ અજાણી સ્ત્રીએ એક દિવસના નવજાત શિશુને જીવીત હાલતમાં તરછોડી દીધુ હતું આ અંગે જામકંડરણા પોલીસને જાણ કરાતા પોલીસે નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ અને આ અંગે ભૂપતભાઇ બાલધા રે. જામકંડોરણાની ફરીયાદ ઉપરથી અજાણી મહિલા સામે ગુન્હો દાખલ કર્યો હતો. દરમિયાન જામકંડોરણા પોલીસે સીસી ટીવી ફૂટેજ તથા આજુબાજુની હોસ્પિટલોમાં તપાસ હાથ ઘરી નિષ્ઠુર જનેતાની શોધખોળ હાથ ધરી છે.

(4:23 pm IST)