Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૬ : વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનારા સામે લેન્ડ ગ્રેબોગના નવા કાયદા હેઠળ ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ વાંકોનર નગરપાલીકા વિસ્તારની ૩૦૦૦ ચો.મી. જેટલી સરકારી ખરાબાની જમીનનું દબાણ થતું હોવાનું ત્યાં રહેતા હમદીનભાઇ અલીભાઇ છબીબીએ મોરબી જીલ્લા કલેકટર ને લેખિત પુરાવાઓ સાથે જાણ કરતા, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળની, વાંકાનેર ગામના સર્વે નં. ૬૧૭ર ની જમીન ચો.મી.૩૦૦૦ ની આજુબાજુ ની સરકારી પડતર જમીન ઉપર ૧, હીરાભાઇ ભગતભાઇ ભરવાડ-વાંકાનેર, ર. ગેલાભાઇ ડાભીભાઇ ભરવાડ-રાજકોટ, ૩. મખાભાઇ કાળુભાઇ ભરવાડ-વાંકાનેર, ૪. અજયભાઇ કાળુભાઇ ભરવાડ-વાંકાનેર એ આ જમીનનો ગેરકાયદે કબ્જો કર્યો હોવાની કલેકટર કરચેરીમાં અરજી કરેલ હોઇ તપાસ કરનાર અધિકારીને ર૧ દિવસની અંદર સ્પષ્ટ અભિપ્રાય પ્રાંત અધિકારીને નિવાસી અધિક કલેકટર-મોરબી જીલ્લાએ જણાવેલ છે.

થોડા દિવસ પૂર્વે એક લેન્ડ ગ્રેબીંગ ફરીયાદ સામે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

(12:01 pm IST)