Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા જૈવ વિવિધતા દિવસની ઉજવણી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૨૬:  ટાટા કેમિકલ્સે પોતાની સીએસઆર સંસ્થા 'ટાટા' કેમિકલ્સ સોસાયટી ફોર રૃરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી) દ્વારા ગુજરાતમાં ઓખામંડળની સ્થાનિક જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાની પહેલ સાથે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસની ઉજવણી કરી હતી, જેને ગાંડો બાવળ (પ્રીસીપિસ જુલીફલોશ) નામની નીંદણની પ્રજાતિથી જોખમ છે.

ગાંડો બાવળની અનિયંત્રિત વૃદ્ઘિ કેટલાંક જોખમો ધરાવે છે, જેમ કે એનાથી ભૂગર્ભ જળનું સ્તર ધટાડે છે, જમીનની ક્ષારતા વધે છે અને ઘાસ દાવાનળનું જોખમ વધારે છે. વળી ગાંડો બાવળ આવાસ પર નિર્ભર પ્રજાતિઓ માટે જોખમકારક પણ છે.

ગાંડો બાવળના પ્રસારને નિયંત્રણમાં લેવાના પ્રયાસ સ્વરૃપે ટીસીએસઆરડીએ આ સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને સ્થાનિક જૈવવિતિધતાનું રક્ષણ કરવા જરૃરી પગલાં લેવાની એક સ્વૈચ્છિક પટેલનું આયોજન કર્યું હતું.

ઓખામંડળ પર ગાંડો બાવળનાં અતિક્રમણને નીલગાયે ઘણી હદ સુધી સુગમ બનાવ્યું છે. નીલગાય એશિયામાં કાળા હરણની સૌથી મોટી પ્રજાતિ છે, જે આ વિસ્તારમાં વસવાટ કરે છે. ઉનાળા દરમિયાન નીલગાયને પર્યાપ્ત સંસાધનો ઊભા કરવા પડે છે અને અસ્તિત્વ માટે ગાંડો બાવળ પર નિર્ભાર રહે છે. જોકે પશુઓને ગાંડો બાવળના બીજને પચાવવામાં મુશકેલી પડે છે. જેને તેઓ તેમના મળ મારફતે બહાર કાઢે છે. આ બીજ સમગ્ર વિસ્તારની જમીનમાં ફેલાઈ જાય છે. ચોમાસુ નજીકમાં હોવાથી તાત્કાલિક કામગીરી કરવાની જરૃર છે, નહીં તો આ નીંદણ મોટા પાયે વિસ્તારમાં ફેલાઈ શકે છે. આ કારણે ટીસીએસઆરડીની સ્વૈચ્છિક પહેલનો ઉદ્દેશ આ વિસ્તારમાં ૧૫ એકર ઘાસ ધરાવતી જમીનનુ રક્ષણ કરવાનો છે, જેના પર ગાંડો બાવળ અતિક્રમા કરે છે. આ પહેલમાં નીલગાયના મળને એકત્ર અને એનો નિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેનાથી તેના વૃદ્ઘિદરમાં ઘટાડો કરવામાં મદદ મળશે.

આ પહેલ જૈવવિવિધતાના સંરક્ષણ ફેઠળ નીંદણના પ્રસારને નિયંત્રણમાં લેવા પર ભાર મૂકે છે તથા સતત વિકાસના કેટલાંક પડકારોનું સમાધાન જૈવવિવિધતાના સંરક્ષણમાં છે - જેમાં આબોહવાના પડકારનું સમાધાન કરવા કુદરતી સમાધાનોથી લઈને આરોગ્યલક્ષી સમસ્યાઓનું સમાધાન, ખાદ્ય અને પાણીની સુરક્ષા તેમજ સતત આજીવિકા સામેલ છે.

ટાટા કેમિકલ્સના મીઠાપુરના ચીફ મેનુફેકચરિંગ ઓફિસર અને સાઇટ હેડ શ્રી એન કામથે કહ્યું હતું કે, જૈવવિવિધતાનું પુનઃ સ્થાપન અને પર્યાવરણનું સંરક્ષણ ટાટા કેમિકલ્સ માટે મહત્વપૂર્ણ લક્ષ્યાંકો છે ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસની થીમ છે - 'તમામ જીવ માટે સહયોગ ભવિષ્યનું નિર્માણ, આ વિદેશી આક્રમક પ્રજાતિઓની વૃધ્ધિદરને નિયંત્રણમાં લેવા અને ઓખામંડળની સ્થાનિક વનસ્પતિઓને પોષણ આપવા જાગૃતિ લાવવા અને કામગીરી કરવા મહત્વપૂર્ણ છે. જેનાથી આોબહવા પરિવર્તનની સમસ્યાને નિયંત્રણમાં લેવામાં મદમ મળશે. અમે આપણી ઇકોસિસ્ટમનું પુનઃનિર્માણ કરવા જાળવવા અને સંરક્ષણ કરવા સમુદાયના સાથ સહકાર સાથે આ પ્રકારની પહેલો ચાલુ રાખીશું.

જૈવવિવિધતાન્દ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ટાટા કેમિકલ્સે વર્ષ ૨૦૧૭માં બેસ્ટ બાયોડાઇવર્સિટી કેસ સ્ટડી માટે યુએન ગ્લોબલ કોમ્પેકટ ઇન્ડિયા એવોર્ડ અને વર્ષ ૨૦૧૯માં જૈવવિવિધતામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરવા સીઆઇઆઈ સસ્ટેઇનેબિલિટી એવોર્ડ મેળવ્યો હતો.

(12:03 pm IST)